Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગૌરવ ખન્ના સારો ઍક્ટર પણ તે આકાંક્ષાને આર્થિક કે નૈતિક સહયોગ આપી શક્યો નથી

ગૌરવ ખન્ના સારો ઍક્ટર પણ તે આકાંક્ષાને આર્થિક કે નૈતિક સહયોગ આપી શક્યો નથી

Published : 30 June, 2026 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકના મુદ્દે જાહેરમાં વાત કરીને આકાંક્ષાને વિલન બનાવી : દીકરીની ડિવૉર્સની જાહેરાત પછી આકાંક્ષાના પિતા રાજેન્દ્ર ચમોલાએ જમાઈ પર ચોંકાવનારા આરોપ મૂક્યા હોવાની ચર્ચા

આકાંક્ષાના પિતા રાજેન્દ્ર ચમોલાએ જમાઈ પર કરેલી કમેન્ટ ભારે ચર્ચામાં

આકાંક્ષાના પિતા રાજેન્દ્ર ચમોલાએ જમાઈ પર કરેલી કમેન્ટ ભારે ચર્ચામાં


ગૌરવ અને આકાંક્ષાના છૂટાછેડાના સમાચારો વચ્ચે આકાંક્ષાના પિતા હોવાનો દાવો કરતી એક વ્યક્તિની એક કમેન્ટ ઝડપથી વાઇરલ થઈ રહી છે. આ કમેન્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આકાંક્ષા છેલ્લા એક વર્ષથી અંધેરી સ્થિત પિતાના ઘરે રહે છે. આ સાથે જ એમાં ગૌરવ પર પણ કેટલાક ચોંકાવનારા આરોપો લગાવવામાં આવ્યા છે.

સોશ્યલ મીડિયા પર રાજેન્દ્ર ચમોલા નામની એક વ્યક્તિએ પોતાને આકાંક્ષાના પિતા ગણાવતાં લખ્યું છે, ‘હું આકાંક્ષાનો પિતા છું. તેણે જે કંઈ કહ્યું છે એ સંપૂર્ણપણે સાચું છે. તે છેલ્લા એક વર્ષથી મારા અંધેરી સ્થિત ઘરે રહે છે. જ્યાં સુધી બન્ને કાયદેસર રીતે અલગ ન થઈ જાય ત્યાં સુધી તેઓ એકબીજાને વ્યાવસાયિક રીતે સહકાર આપશે. ગૌરવ એક ખૂબ સારો અભિનેતા છે પણ તે આકાંક્ષાને આર્થિક કે નૈતિક સહયોગ આપી શક્યો નથી. તેણે બાળકના મુદ્દે જાહેરમાં વાત કરીને વિશ્વાસનો ભંગ કર્યો. તેણે જાણીજોઈને એવું વર્તન કર્યું જેથી લોકોની સહાનુભૂતિ મેળવી શકે અને મીડિયાની સામે આકાંક્ષાને વિલન તરીકે રજૂ કરી શકે.’



જોકે આ કમેન્ટ ખરેખર આકાંક્ષાના પિતા રાજેન્દ્ર ચમોલાએ જ કરી છે કે નહીં એની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેથી આ દાવાઓની સત્યતા અંગે કોઈ નિશ્ચિત વાત કહી શકાય નહીં. છૂટાછેડાના દાવા અને વાઇરલ થઈ રહેલી કથિત કમેન્ટ અંગે ગૌરવ ખન્નાએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK