વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકોએ તેની ટીકા કરવાની શરૂઆત કરી દીધી છે
વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ
રૂપાલી ગાંગુલી મુંબઈ ઍરપોર્ટ પર તેના હસબન્ડ અશ્વિન વર્માને પગે લાગી એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકોએ તેની ટીકા કરવાની શરૂઆત કરી દીધી છે. એ વિડિયોમાં તેની સાથે તેનો દીકરો રુદ્રાંશ પણ દેખાય છે. રૂપાલી તેના હસબન્ડને ગળે મળે છે અને બાદમાં તેના પગે લાગે છે. તેનો હસબન્ડ રૂપાલીના માથે હાથ મૂકે છે. આ વિડિયો જોઈને લોકો તેની નિંદા કરી રહ્યા છે. રૂપાલીએ એ વિશે કોઈ નિવેદન નથી આપ્યું. લોકોનું કહેવું છે કે પોતાના શો દ્વારા નારીશક્તિ અને મહિલાના અધિકારની વાતો કરનાર રૂપાલી આવું કરીને સ્ત્રી કરતાં પુરુષ શ્રેષ્ઠ છે એવી માન્યતાને પ્રોત્સાહન આપે છે.
સોશ્યલ મીડિયામાં એક યુઝરે લખ્યું કે ‘શું કદી હસબન્ડ તેની વાઇફના પગે પડે છે? જો આવું થાય તો શું તમે એને પ્રોત્સાહન આપશો?’
ADVERTISEMENT
કોઈકે લખ્યું કે ‘આવી વ્યક્તિ દ્વારા આવી હરકત પછાત લાગે છે. એનાથી સન્માન નહીં, ચિંતા થાય છે. જો પતિ પરમેશ્વર છે તો પત્ની લક્ષ્મી છે. આપણે એકસમાન છીએ. સેલિબ્રિટીએ તેમના શબ્દો અને વર્તનને જાણવા અને સમજવા જોઈએ. તેઓ હંમેશાં ઉદાહરણ બેસાડે છે. હસબન્ડ-વાઇફ એકમેકના દિલમાં વસે છે.’