Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ટીવીના પડદા પર નંબર વન શો તરીકે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2નો દબદબો

ટીવીના પડદા પર નંબર વન શો તરીકે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2નો દબદબો

Published : 13 March, 2026 02:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા (BARC) દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) રિપોર્ટ મુજબ ફરી એક વાર સ્મૃતિ ઈરાની અભિનીત ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’નો દબદબો છે.

ટીવીના પડદા પર નંબર વન શો તરીકે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2નો દબદબો

ટીવીના પડદા પર નંબર વન શો તરીકે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2નો દબદબો


બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા (BARC) દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) રિપોર્ટ મુજબ ફરી એક વાર સ્મૃતિ ઈરાની અભિનીત ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’નો દબદબો છે. સૌથી વધુ TRP ધરાવતા હિન્દી ટીવી-શોમાં બીજા સ્થાન પર રૂપાલી ગાંગુલીનો લોકપ્રિય શો ‘અનુપમા’ છે.

આ અઠવાડિયે શરદ કેલકરના શો ‘તુમ સે તુમ તક’એ ગયા અઠવાડિયા કરતાં થોડા ઘટાડા છતાં TRP યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે ‘ઉડને કી આશા’ ચોથા સ્થાન પર રહી છે. તાજેતરનાં અઠવાડિયાંઓની સરખામણીએ ‘નાગિન 7’ના TRPમાં નોંધપાત્ર વધારો થયો છે. થોડા સમયથી આ શો ટૉપ પાંચમાં દેખાતો નહોતો, પરંતુ હવે આ શો પાંચમા સ્થાન પર આવી ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK