આ વ્લૉગમાં ભારતીએ દેખાડ્યું છે કે તેનો પતિ હર્ષ લિમ્બાચિયા આ પરિસ્થિતિમાં પણ તેની બહુ કાળજી લઈ રહ્યો છે
ભારતીએ પોતાના લેટેસ્ટ વ્લૉગમાં આ જણાવ્યું છે
ઓગણીસમી ડિસેમ્બરે કૉમેડિયન ભારતી સિંહ બીજી વખત મમ્મી બની છે. હાલમાં ભારતીએ પોતાના લેટેસ્ટ વ્લૉગમાં જણાવ્યું છે કે તે બીજા બાળકની ડિલિવરી પછી પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની ભાવનાત્મક સમસ્યા અનુભવી રહી છે. ભારતીએ પોતાના વ્લૉગમાં જણાવ્યું છે કે ડિલિવરી પછી તેને નાની-નાની વાત પર પણ રડવું આવી જાય છે.
પોતાની સમસ્યા વ્યક્ત કરતાં ભારતી કહે છે, ‘હું હમણાં સતત રડું છું. મને કઈ વાતનું રડવું આવી જાય છે એ મને ખુદ સમજાતું નથી. મને બેઠાં-બેઠાં રડવું આવી જાય છે. ઘરમાં બધું બરાબર છે, કામ માટે લોકો પણ છે, દરેક વસ્તુ માટે માણસ છે છતાં મને રડવું આવે છે. મને પોતાને સમજાતું નથી કે મને આવું કેમ લાગી રહ્યું છે, મારી સાથે શું થઈ રહ્યું છે. ભગવાને મને આટલી ખુશીઓ આપી છે, તો આ પોસ્ટપાર્ટમ ઇફેક્ટ શું છે? આવું કેમ થાય છે?’
ADVERTISEMENT
જોકે આ વ્લૉગમાં ભારતીએ દેખાડ્યું છે કે તેનો પતિ હર્ષ લિમ્બાચિયા આ પરિસ્થિતિમાં પણ તેની બહુ કાળજી લઈ રહ્યો છે.


