Dipika Kakar Health Update: `સસુરાલ સિમર કા`ની અભિનેત્રી દીપિકા કક્કરને લીવર ટ્યુમર હોવાનું નિદાન થયું છે; પતિ અને અભિનેતા શોએબે ઇબ્રાહિમે તેના લેટેસ્ટ યુટ્યુબ વ્લોગમાં કર્યો ખુલાસો; ફેન્સ ચિંતામા
અભિનેત્રી દીપિકા કક્કર પતિ શોએબે ઇબ્રાહિમ સાથે (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
`સસુરાલ સિમર કા` (Sasural Simar Ka)થી દરેક ઘરમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી દીપિકા કક્કર (Dipika Kakar) લીવર ટ્યુમરથી પીડાઈ રહી છે. દીપિકાના પતિ અને ટીવી અભિનેતા શોએબ ઇબ્રાહિમ (Shoaib Ibrahim)એ તેના તાજેતરના વ્લોગ દ્વારા ચાહકોને આ ચોંકાવનારા સમાચાર આપ્યા છે. દીપિકા કક્કર લાંબા સમયથી પેટમાં દુખાવાથી પીડાઈ (Dipika Kakar Health Update) રહી હતી. જ્યારે તે તીવ્ર દુખાવા બાદ હોસ્પિટલમાં ગઈ, ત્યારે તેને થોડા દિવસો માટે દવા આપવામાં આવી અને એવું માનવામાં આવતું હતું કે તે માત્ર એક ચેપ છે. પરંતુ સાજા ન થયા પછી, તે ફરીથી હોસ્પિટલ ગઈ અને કેટલાક સ્કેન કરાવ્યા પછી, ટ્યુમર મળી આવ્યું છે. આ કેન્સર છે કે નહીં તેની હજી સ્પષ્ટતા નથી થઈ.
દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ સોશ્યલ મીડિયા (Social Media) દ્વારા તેમના ચાહકોને તેમના સમગ્ર જીવન વિશે અપડેટ કરતા રહે છે. ફેન્સ તેમના ઘરમાં શું ચાલી રહ્યું છે તે બધું જાણે છે. ફેન્સ પણ તેમના જીવનમાં ઘણો રસ લે છે. દીપિકા અને શોએબ બંનેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે.
ADVERTISEMENT
અભિનેત્રી દીપિકા કક્કરને લીવર ટ્યુમર હોવાનું નિદાન થયું છે. તેના પતિ અને અભિનેતા શોએબે ઇબ્રાહિમે તેના લેટેસ્ટ યુટ્યુબ વ્લોગમાં તેની પત્નીની બીમારી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શોએબે પોતાના વ્લોગમાં જણાવ્યું છે કે, દીપિકાને તેના લીવરના ડાબા ભાગમાં ગાંઠ થઈ ગઈ છે. આ ગાંઠ કદમાં ઘણી મોટી છે. આ સમય દરમિયાન શોએબનો ચહેરો ખૂબ જ નિસ્તેજ દેખાતો હતો. અભિનેતા કહે છે કે તે અને તેનો પરિવાર આઘાતમાં છે. તેણે વ્લોગમાં કહ્યું, ‘દીપિકાની તબિયત સારી નથી, તેને પેટમાં થોડી તકલીફ છે જે ખૂબ ગંભીર છે. ખરેખર હું ચંદીગઢમાં હતી અને દીપિકા મુંબઈમાં હતી અને તેના પેટમાં દુખાવો થતો હતો. દીપિકાને લાગ્યું કે તે સામાન્ય દુખાવો છે પણ જ્યારે તે વધુ ખરાબ થયો, ત્યારે તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી. કેટલાક બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા. પછી ખબર પડી કે તેને પેટમાં ચેપ છે. અમારા ડૉક્ટરે અમને ફરીથી મળવા કહ્યું અને જ્યારે અમે તેમને મળ્યા, ત્યારે તેમણે અમને સીટી સ્કેન કરાવવા કહ્યું અને તેમાં જાણવા મળ્યું કે દીપિકાના લીવરના ડાબા ભાગમાં ગાંઠ છે. તે કદમાં ટેનિસ બોલ જેટલું મોટું છે. તે અમારા માટે ખૂબ જ આઘાતજનક હતું.’
શોએબે આગળ કહ્યું, ‘આપણે બધા ફક્ત એ વાતની ચિંતામાં હતા કે શું તેનાથી કેન્સર થશે. જોકે, અત્યાર સુધી રિપોર્ટમાં આવું કંઈ બહાર આવ્યું નથી. આ રાહતની વાત છે. હજુ વધુ પરીક્ષણો કરવાના બાકી છે.’
ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ દીપિકા કક્કરના હજુ વધુ ટેસ્ટ કરાવવાના બાકી છે. જોકે, શોએબ ઇબ્રાહિમ કહે છે કે રિપોર્ટમાં હજુ સુધી કેન્સરના કોષો મળ્યા નથી. શોએબે કહ્યું કે, તેની પત્નીની સર્જરી થશે જેના માટે તેને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ટેસ્ટ પછી, દીપિકાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શોએબે કહ્યું કે, તે અને તેનો પરિવાર તેમના પુત્ર રૂહાન વિશે ચિંતિત છે કારણ કે તે તેની માતા વિના રહી શકતો નથી.
૩૮ વર્ષીય દીપિકા કક્કરે ૨૦૧૮માં શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ પછી, આ દંપતી ૨૦૨૩માં માતા-પિતા બન્યા. તેમના ૨ વર્ષના પુત્રનું નામ રૂહાન છે.

