Mumbai Airport Ticket Hike: મુસાફરોએ યુડીએફ તરીકે 175 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે આંતરરાષ્ટ્રીય આઉટબાઉન્ડ ફ્લાયર્સને 615 રૂપિયા ચૂકવવા પડશે.
મુંબઈ એરપોર્ટની ફાઇલ તસવીર
તમે પણ મુંબઈથી હવાઈ મુસાફરી કરતાં હોવ તો આ સમાચાર તમારે માટે છે. એરપોર્ટ ફાઇનાન્સિયલ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલ યુઝર ડેવલપમેન્ટ ફીના અમલીકરણને કારણે મુંબઈથી રવાના થનારી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઉડાનોની ટિકિટના ભાવ આજથી વધવાના (Mumbai Airport Ticket Hike) છે. આ પ્રાઇઝ ૩૧ માર્ચ ૨૦૨૯ સુધી લાગુ રહેશે.
પેસેન્જર ફેસિલિટી ક્રિએશન ફીને કારણે મુસાફરોએ સ્થાનિક મુસાફરી માટે ૧૭૫ રૂપિયા અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ૬૧૫ રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ વધારાનો ચાર્જ હવાઈ ભાડામાં સામેલ કરવામાં આવશે.
ADVERTISEMENT
તો.. હવે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે કેટલી ફી ચૂકવવાની રહેશે?
આ ફી વધારા (Mumbai Airport Ticket Hike)ને ધ્યાનમાં રાખતાં ડોમેસ્ટિક ટિકિટ માટે 250 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે 875 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ ફી સામાન્ય રીતે એરપોર્ટથી ઉડાન ભરતા મુસાફરોની ટિકિટ પર વસૂલવામાં આવે છે. જોકે, આ ચાર્જ મુંબઈ એરપોર્ટ પર આવવા-જવા બંને મુસાફરી પર વસૂલવામાં આવશે.
સુધારેલા ટેરિફ અંતર્ગત ડોમેસ્ટિક આઉટબાઉન્ડ મુસાફરોએ યુડીએફ તરીકે 175 રૂપિયા ચૂકવવા (Mumbai Airport Ticket Hike) પડશે, જ્યારે આંતરરાષ્ટ્રીય આઉટબાઉન્ડ ફ્લાયર્સને 615 રૂપિયા ચૂકવવા પડશે. આવનારા મુસાફરોને સ્થાનિક આગમન માટે 75 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય આગમન માટે 260 રૂપિયા યુડીએફ ચૂકવવા પડશે.
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના સંચાલક, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની પેટાકંપની, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) એ મુંબઈ એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ટેકનોલોજી અપગ્રેડેશન પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે આ ફી વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એમ જોતાં ડોમેસ્ટિક મુસાફરો માટે 325 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 650 રૂપિયા ફીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ ભાડા વધારાથી શૌચાલયથી લઈને સુવિધાઓ સુધીના પ્રવાસના અનુભવમાં સુધારો થશે કે કેમ તે અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આમ, એરપોર્ટ ફાઇનાન્શિયલ રેગ્યુલેટરી ઓથોરિટીએ પેસેન્જર ફેસિલિટી ડેવલપમેન્ટ ફી (યુઝર ડેવલપમેન્ટ ફી)માં વધારો કરવાની મંજૂરી આપી (Mumbai Airport Ticket Hike) હોવાથી મુંબઈથી સ્થાનિક મુસાફરી કરતા મુસાફરોએ હવે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ૧૭૫ રૂપિયા અને ૬૧૫ રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ વધારો આજે શુક્રવારથી અમલમાં આવવાનો છે. અને આ વધારાનો ચાર્જ વિમાનની ટિકિટમાં સામેલ કરવામાં આવશે.
આમ તો આ ફી (Mumbai Airport Ticket Hike) સામાન્ય રીતે એરપોર્ટથી ઉડાન ભરતા મુસાફરોની ટિકિટ પર વસૂલવામાં આવે છે. જોકે, આ ફી મુંબઈ એરપોર્ટ પર આઉટબાઉન્ડ અને ઇનબાઉન્ડ બંને ટ્રિપ્સ પર વસૂલવામાં આવશે.
એકંદરે આ નવા અને સુધારેલા યુડીએફ સ્ટ્રક્ચરથી કુલ અંદાજિત રોકાણમાંથી આશરે ₹7,600 કરોડની વસૂલાત થવાની ધારણા છે. આ પગલું ભારતના સૌથી વ્યસ્ત હવાઇમથકોમાંના એક એવા મુંબઈ એરપોર્ટના આધુનિકીકરણ અને ટકાઉપણાના લક્ષ્યોને ટેકો આપશે એવું જણાઇ રહ્યું છે.

