‘બિગ બૉસ 19’ના વીકેન્ડ કા વાર એપિસોડમાં એકતા કપૂરે જાહેરમાં પ્રિયંકાને નવી ‘નાગિન’ તરીકે રજૂ કરી હતી.
					
					
પ્રિયંકા ચાહર ચૌધરી છે એકતા કપૂરની નેક્સ્ટ નાગિન
ટેલિવિઝનના લોકપ્રિય શો ‘નાગિન’ની સાતમી સીઝનમાં નાગિનનો લીડ રોલ કરવા માટે પ્રિયંકા ચાહર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. હાલમાં ‘બિગ બૉસ 19’ના વીકેન્ડ કા વાર એપિસોડમાં એકતા કપૂરે જાહેરમાં પ્રિયંકાને નવી ‘નાગિન’ તરીકે રજૂ કરી હતી. પ્રિયંકા આ રોલ માટે તેની પસંદગીથી બહુ ખુશ છે અને આ રોલને તેણે પોતાનું સપનું ગણાવ્યું છે.
		        	
		         
        

