° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


‘બિગ બૉસ વિશ્વ સુંદરીના પ્રેમમાં પડી ગયા લાગે છે’

18 October, 2021 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હિના ખાને ઘરના સભ્યોનું વર્તન જોઈને બિગ બૉસને સવાલ કરતાં આવું કહ્યું

હિના ખાન

હિના ખાન

હિના ખાને હાલમાં બિગ બૉસને ઘણા સવાલ કર્યા છે. ‘બિગ બૉસ’ની ૧૫મી સીઝનમાં સ્પર્ધકો ખૂબ અગ્રેશન દેખાડી રહ્યા છે. શોના હોસ્ટ સલમાન ખાને પણ દરેકના ક્લાસ લીધા હતા. જોકે આ શોની ભૂતપૂર્વ કન્ટેસ્ટન્ટ હિના ખાને બિગ બૉસને ઘરના નિયમોને લઈને સવાલ કર્યા છે. તેણે આ શોને WWE સાથે સરખાવ્યો છે. આ વિશે હિના ખાને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું, ‘તમે લોકો કેમ છો? કલર્સ પર સોમથી શુક્રવારે રાતે સાડાદસ વાગ્યે ‘સ્મેકડાઉન’ અને ‘રો’ શો આવે છે એને તમે એન્જૉય કરી રહ્યા છોને. એક સમય હતો જ્યારે આંગળી પણ નહોતી લગાવી શકાતી, પરંતુ હવે બિગ બૉસ આ બધું શું થઈ રહ્યું છે. હું મોટા ભાગે બિગ બૉસ વિશે ટ્વીટ નથી કરતી, પરંતુ આ વખતે મને ખૂબ ફની લાગી રહ્યું છે અને મારી જાતને એ વિશે ટ્વીટ કરતાં રોકી ન શકી. તમામ રિસ્પેક્ટ સાથે કહું છું કે બિગ બૉસ, તમે વિશ્વસુંદરીના પ્રેમમાં તો નથી પડી ગયાને. બિગ બૉસ તમારે આંખ ખોલવાની જરૂર છે. હું ઘરના કોઈને બ્લૅમ નથી કરી રહી. જોકે બિગ બૉસનો સૌથી મહત્ત્વનો અને પહેલો નિયમ છે કે તમે કોઈને ટચ પણ નથી કરી શકતા. જોકે મને લાગે છે કે હવે એ નિયમ લાગુ નથી પડતો.’

18 October, 2021 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

‘મરને કે લિએ થોડા, ઔર ‘બિગ બૉસ’ કે ઘર મેં જીને કે લિએ બહોત ઝહર પીના પડતા હૈ’

‘બિગ બૉસ’ના ઘરમાંથી ઇવિક્ટેડ થયા બાદ આવું કહ્યું જય ભાનુશાલીએ

28 November, 2021 10:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કપિલ શર્મા શોના ગાર્ડ્સે સ્મૃતિ ઈરાનીને ન આપ્યો પ્રવેશ

ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી ગેરસમજ સ્મૃતિ ઈરાનીના ડ્રાઈવર અને કપિલ શર્મા શોના ગેટકીપર વચ્ચે થઈ હતી.

24 November, 2021 08:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

કરણી એવી ભરણી

તેજસ્વી પ્રકાશને ડોનલ સાથે કરેલા ખરાબ વર્તન જેવો જ વ્યવહાર પોતાની સાથે થયો ત્યારે તે રડી પડી અને સોશ્યલ મીડિયા પર એને કર્મા કહી તેને ટ્રોલ કરવામાં આવી રહી છે

23 November, 2021 03:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK