તેણે બ્રિટિશ કોલંબિયાના સરેમાં ‘કૅપ્સ કૅફે’ લૉન્ચ કરી છે અને આ કૅફેની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે
કપિલે પત્ની ગિન્ની ચતરથ સાથે મળીને કૅનેડામાં પોતાની કૅફે ખોલી છે
કપિલ શર્માના કૉમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની સીઝન-૩ હાલમાં જ લૉન્ચ થઈ છે ત્યારે તેણે બિઝનેસની દુનિયામાં પણ એન્ટ્રી લીધી છે. રિપોર્ટ પ્રમાણે કપિલે પત્ની ગિન્ની ચતરથ સાથે મળીને કૅનેડામાં પોતાની કૅફે ખોલી છે. મળતી માહિતી પ્રમાણે તેણે બ્રિટિશ કોલંબિયાના સરેમાં ‘કૅપ્સ કૅફે’ લૉન્ચ કરી છે અને આ કૅફેની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. કપિલના મિત્રો તેને આ નવા સાહસ બદલ અભિનંદન આપી રહ્યા છે. આ કૅફેની સજાવટનો મોટા ભાગનો હિસ્સો ગુલાબી અને સફેદ રંગોનો છે જે એકદમ અલગ અને અનોખો ટચ આપે છે.

