યુથ વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ અને યંગેસ્ટ સેન્ચુરિયન બન્યા બાદ વૈભવ સૂર્યવંશી કહે છે...
વૈભવ સૂર્યવંશી
ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ સામે ૭૮ બૉલમાં ૧૪૩ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘મને શુભમન ગિલ પાસેથી ઘણી પ્રેરણા મળી, કારણ કે મેં તેની રમત જોઈ. બર્મિંગહૅમ ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં ૧૦૦ અને ૨૦૦ રન બનાવ્યા પછી પણ તે સરળતાથી રમતો રહ્યો.’
શુભમનની ૨૬૯ રનની ઇનિંગ્સ દરમ્યાન અન્ડર-19 ટીમ સાથે વૈભવ એજબૅસ્ટનના સ્ટેડિયમમાં મૅચ જોવા પહોંચ્યો હતો.
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશી આગળ કહે છે, ‘હું આગામી મૅચમાં ૨૦૦ રન બનાવવાનો પ્રયાસ કરીશ. હવે હું આખી પચાસ ઓવર રમવાનો પ્રયાસ કરીશ. હું જેટલા વધુ રન બનાવીશ એટલા મારી ટીમ માટે સારા રહેશે.’
શનિવારે બાવન બૉલમાં સદી ફટકારીને વૈભવ સૂર્યવંશી યુથ વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ અને યંગેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો. ત્રીજી વન-ડે પંચાવન રને જીતીને ભારતે પાંચ મૅચની સિરીઝમાં ૩-૧થી સિરીઝ પોતાને નામે કરી છે આજે પાંચમી અને અંતિમ વન-ડે મૅચ રમાશે.

