ભારે વરસાદને કારણે ખોટકાયેલી રિલેઇંગ ટ્રેનને પાછી પાટા પર ચડાવવામાં મુશ્કેલી પડી હતી જેથી મોડી સાંજ સુધી ટ્રેનો બંધ રહેતાં અસંખ્ય પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.
પ્રતીકાત્મક તસવીર
હાર્બર લાઇનમાં નેરુળ સ્ટેશન નજીક ટ્રૅક રિલેઇંગ ટ્રેન પાટા પરથી ઊતરી જતાં વાશી-પનવેલ લાઇન પર ટ્રેનવ્યવહાર બંધ રહ્યો હતો એને કારણે હજારો મુસાફરોને હેરાનગતિ થઈ હતી. રવિવારે બપોરે ૪.૨૦ વાગ્યે રેલવે-ટ્રૅકને બદલવા માટેની મશીનરી માટે ઉપયોગમાં લેવાતી ટ્રૅક રિલેઇંગ ટ્રેન નેરુઈ અને સી-વુડ સ્ટેશન વચ્ચે અપ લાઇનમાં પાટા પરથી ઊતરી ગઈ હતી. આ ટ્રેન કુર્લામાં મેગા બ્લૉકનું કામ પતાવીને પાછી જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. એક કલાક બાદ ઍક્સિડન્ટ રિલીફ ટ્રેન ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે વરસાદને કારણે ખોટકાયેલી રિલેઇંગ ટ્રેનને પાછી પાટા પર ચડાવવામાં મુશ્કેલી પડી હતી જેથી મોડી સાંજ સુધી ટ્રેનો બંધ રહેતાં અસંખ્ય પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.
નવસારીમાં પૂર્ણા નદી ઉફાન પર
ADVERTISEMENT
આ ચોમાસાની સીઝનમાં પહેલી વાર નવસારી શહેરમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે કેમ કે પૂર્ણા નદીનું જળસ્તર એક જ દિવસમાં ૨૩ ફુટ જેટલું વધી ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

