° °

આજનું ઇ-પેપર
Wednesday, 20 October, 2021


અનુરાગ અને પ્રેરણા બહુ જલ્દી રોમાન્સ કરતા દેખાશે, શૂટિંગની પરવાનગી મળી

16 June, 2020 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનુરાગ અને પ્રેરણા બહુ જલ્દી રોમાન્સ કરતા દેખાશે, શૂટિંગની પરવાનગી મળી

એરિકા ફર્નાન્ડિઝ અને પાર્થ સમથાન

એરિકા ફર્નાન્ડિઝ અને પાર્થ સમથાન

સિરિયલ પ્રેમીઓ અને ‘કસૌટી જિંદગી કી 2’ના ચાહકો માટે એક ખુશખબર છે. તેઓ આવતા મહિનાની શરૂઆતથી ટીવી પર સિરિયલના નવા એપિસોડ જોઈ શકશે. ‘કસૌટી જિંદગી કી 2’ની ટીમને શૂટિંગ શરૂ કરવામાં આવશે તેવી માહિતી પ્રોડયુસર એકતા કપૂરે આપી છે. એટલે અનુરાગ બાસુ અને પ્રેરણા શર્મા ફરી રોમાન્સ કરતા જોવા મળશે.

શો સાથે જોડાયેલા સૂત્રોના મતે, જ્યારથી મહારાષ્ટ્ર સરકારે શૂટિંગની પરવાનગી આપી છે ત્યારથી પ્રોડ્યૂસર્સ પોતાની ટીમ સાથે શૂટિંગ કેવી રીતે શરૂ કરવામાં આવે તેની ચર્ચા કરી રહ્યાં છે. હવે કસોટીની ટીમે 20 જૂનથી સિરિયલનું શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

સિરિયલમાં અનુરાગ બાસુનું પાત્ર ભજવતા પાર્થને હૈદરાબાદથી પાછો બોલાવી લેવામાં આવ્યો હોવાની માહિતી સુત્રોએ આપી છે. પાર્થ થોડાં દિવસ પહેલાં જ હૈદરાબાદ પોતાના મિત્રને મળવા ગયો હતો. ટીમે તેને મુંબઈ આવવા માટે કહ્યું છે. મુંબઈ આવીને પાર્થ થોડો સમય ક્વૉરન્ટીન રહેશે. ત્યારબાદ જ તે શૂટિંગ પર આવી શકશે. આ વાતને ધ્યાન રાખીને જ શૂટિંગ શિડ્યૂઅલ બનાવવામાં આવ્યું છે. સૌથી પહેલાં ટીમ એક કમબેક પ્રોમો શૂટ કરશે, જેમાં એરિકા ફર્નાન્ડિઝ ઉર્ફ પ્રેરણા શર્મા અને પાર્થ સમથાન ઉર્ફ અનુરાગ જોવા મળશે. કોરોના વાયરસના આ માહોલમાં એરિકા શૂટિંગ કરવા માટે તૈયાર નહોતી. જોકે, ટીમે તેને આશ્વાસન આપ્યું છે કે સેટ પર દરેક સમયે સાવધાની રાખવામાં આવશે.

કહેવાય છે કે, લૉકડાઉનને કારણે કેટલાંક પ્રોડ્યૂસર્સે પોતાના શોના કલાકારોની ફી ઓછી કરવાનું નક્કી કર્યું છે. પરંતુ એકતા કપૂરે આમ નથી કર્યું. તેણે પોતાની ટીમને વિશ્વાસ અપાવ્યો છે કે તેમના પૈસા ઓછા કરવામાં આવશે નહીં અને સમય પર પગાર મળતો રહેશે.

16 June, 2020 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

જયારે KBCમાં સ્પર્ધકે તાપસી પર અમિતાભને કહ્યું `સર તમે તો અંદરની વાતો જાણતા હશો`

સ્પર્ધકે બિગ બી ને કહ્યું કે સર તમે તો અંદરની વાતો જાણતા હશો.

20 October, 2021 08:39 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

શાન અને સોનુ માટે નવો નિયમ બનાવ્યો બિગ બીએ

બૉલીવુડને અદ્ભુત ગીતો આપનાર આ સિંગર્સ હવે અમિતાભ બચ્ચન સાથે ક્વિઝ-શો રમતા જોવા મળશે. સોનુ અને શાને તેમની કરીઅર દરમ્યાનની ઘણી વાત અમિતાભ બચ્ચન સાથે શૅર કરી હતી. 

20 October, 2021 04:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

રેમો થયો પાણી-પાણી

એક સ્પર્ધકે તેની જર્નીને સ્ટેજ પર રજૂ કરતાં તે થયો ઇમોશનલ

20 October, 2021 04:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK