આકાંક્ષા ચમોલાએ પોતાના ભવિષ્યના પ્લાનનો ખુલાસો કરતાં કહ્યું કે હું મારી જિંદગી એકલી જ જીવવા ઇચ્છું છું
ટીવી-ઍક્ટ્રેસ આકાંક્ષા ચમોલા
ટીવી-ઍક્ટ્રેસ આકાંક્ષા ચમોલા અને ગૌરવ ખન્ના ટૂંક સમયમાં તલાક લેવા જઈ રહ્યાં છે. આ દરમ્યાન આકાંક્ષાએ ડિવૉર્સ બાદના પોતાના જીવન અને ભવિષ્યના પ્લાન અંગે પણ ખુલાસો કર્યો છે.
નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલા રિયલિટી શો ‘લૉક અપ’ની બીજી સીઝનની સ્પર્ધક આકાંક્ષા ચમોલાએ શો દરમ્યાન પોતાની સહ-સ્પર્ધક પમેલા સાથેની વાતચીતમાં કહ્યું કે ‘મારાં લગ્ન ત્યારે થયાં હતાં જ્યારે હું માત્ર ૨૪ વર્ષની હતી. હું બીજી વખત લગ્ન કરવા માગતી નથી. મને લાગે છે કે લગ્નનો અધ્યાય મારા જીવનમાં પૂરો થઈ ગયો છે. હવે મારા જીવનમાં પહેલી વખત હું એકલી રહીશ. હું મમ્મી-પપ્પાના કે પછી પતિના ઘરે રહેવાને બદલે મારા પોતાના ઘરમાં રહીશ. હું મારી જિંદગી મારી રીતે એકલી જ જીવવા ઇચ્છું છું.’
