Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરની ખાઉ ગલીમાં ૭ ફૂડ-સ્ટૉલ જમીનદોસ્ત

ઘાટકોપરની ખાઉ ગલીમાં ૭ ફૂડ-સ્ટૉલ જમીનદોસ્ત

Published : 09 July, 2026 08:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફુટપાથ પર જ મોટા પાયે સ્ટૉલ બાંધી દેવામાં આવ્યા હોવાને કારણે સ્થાનિક નાગરિકોને ચાલવા માટે જગ્યા જ બચતી નહોતી

કેશરવાલા ગાર્ડનની બહાર ફુટપાથ પરના સ્ટૉલ પર થયેલી કાર્યવાહી.

કેશરવાલા ગાર્ડનની બહાર ફુટપાથ પરના સ્ટૉલ પર થયેલી કાર્યવાહી.


ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી પ્રખ્યાત ખાઉ ગલીમાં BMC દ્વારા એક મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. વલ્લભબાગ લેનમાં આવેલા કેશરવાલા ગાર્ડનની બહાર ફુટપાથ પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા સાત ફૂડ-સ્ટૉલને ગઈ કાલે BMCના N વૉર્ડના અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. 

ફુટપાથ પર જ મોટા પાયે સ્ટૉલ બાંધી દેવામાં આવ્યા હોવાને કારણે સ્થાનિક નાગરિકોને ચાલવા માટે જગ્યા જ બચતી નહોતી. આ ઉપરાંત સાંજના અને રાતના સમયે અહીં ખાણી-પીણીના શોખીનોની ભારે ભીડ ઊમટતી હતી, જેના કારણે સમગ્ર વલ્લભબાગ લેનમાં ટ્રાફિક જૅમની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ બાબતે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સતત અને મોટા પ્રમાણમાં ફરિયાદો કરવામાં આવ્યા બાદ BMC પ્રશાસન ઍક્શન મોડમાં આવ્યું હતું.



BMCના N વૉર્ડના મેઇન્ટેનન્સ વિભાગના સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વારંવાર ચેતવણી આપવા છતાં સ્ટૉલ-માલિકોએ પોતાની જગ્યા ખાલી કરી નહોતી, જેથી અંતે ગઈ કાલે કડક વલણ અપનાવીને ૭ સ્ટૉલ તોડી પાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ઘાટકોપરના અન્ય વિસ્તારોમાં પણ ફુટપાથ પર થયેલા આવાં જ ગેરકાયદેસર દબાણો સામે ઝુંબેશ ચલાવીને કડક કાર્યવાહી કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK