તેણે નવી કારની તસવીરો પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કરી છે અને એને પોતાની આકરી મહેનતનું ફળ ગણાવી છે.
શહનાઝ ગિલે બ્લૅક મર્સિડીઝ-બેન્ઝ જીએલએસ ખરીદી
‘બિગ બૉસ ૧૩’ની સ્પર્ધક અને પંજાબની કૅટરિના ગણાતી શહનાઝ ગિલે અખાત્રીજે પોતાના માટે બ્રૅન્ડ-ન્યુ બ્લૅક મર્સિડીઝ-બેન્ઝ જીએલએસ ખરીદી છે. આ સેવન સીટર એસયુવી છે અને એની કિંમત ૧.૬૫ કરોડ રૂપિયા છે. આ કાર સ્લાઇડિંગ સનરૂફ ધરાવે છે તેમ જ પાછળ બેસેલા પૅસેન્જરો આરામથી બેસી શકે એવી રીતે એને ડિઝાઇન કરવામાં આવી છે.
આ કારમાં MBUX (મર્સિડીઝ-બેન્ઝ યુઝર એક્સ્પીરિયન્સ) રિઅર ટૅબ્લેટ છે જેની ૭.૪ ઇંચની વાયરલેસ સ્ક્રીનની મદદથી મલ્ટિમીડિયા સિસ્ટમને ઑપરેટ કરી શકાય છે. એ કમ્ફર્ટ ફીચર પર કન્ટ્રોલ આપે છે. મર્સિડીઝ-બેન્ઝ જીએલએસ ૯ ઍરબેગ ધરાવે છે અને ૧૧ કિલોમીટર પ્રતિ લીટર જેટલું માઇલેજ આપે છે.
શહનાઝે પોતાની નવી કારની તસવીરો પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કરી છે અને એને પોતાની આકરી મહેનતનું ફળ ગણાવી છે.

