સ્મૃતિના ચહેરા પર એ જ જૂની ગરિમા અને આત્મવિશ્વાસ ઝલકે છે અને આ પહેલી ઝલકે તુલસી વીરાણી સાથેના તેમના ભાવનાત્મક જોડાણને જીવંત કરી દીધું છે.
તિ ઈરાનીનો નવો લુક વાઇરલ બન્યો છે
સ્ટાર પ્લસ ફરી એક વાર એના સૌથી ચર્ચિત શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની નવી સીઝન સાથે તૈયાર છે અને બહુ જલદી એને ટેલિકાસ્ટ કરવામાં આવશે. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની નવી સીઝન જોવા માટે ફૅન્સ બહુ ઉત્સાહિત છે ત્યારે હાલમાં આ નવી સીઝનમાં તુલસી બનેલાં સ્મૃતિ ઈરાનીનો નવો લુક વાઇરલ બન્યો છે. આ વાઇરલ થયેલી તસવીરમાં તુલસીનું પાત્ર ભજવી રહેલાં સ્મૃતિ ઈરાની સોનેરી જરીની કિનારીવાળી મરૂન રંગની સાડીમાં જોવા મળી રહ્યાં છે. આ સાડી સાથે તેમણે સાદું કાળું મંગળસૂત્ર અને હળવાં ઘરેણાં પહેર્યાં છે અને સાથે તેમની ઓળખ બની ગયેલો મોટો લાલ ચાંદલો કરીને વાળનો અંબોડો વાળ્યો છે. સ્મૃતિના ચહેરા પર એ જ જૂની ગરિમા અને આત્મવિશ્વાસ ઝલકે છે અને આ પહેલી ઝલકે તુલસી વીરાણી સાથેના તેમના ભાવનાત્મક જોડાણને જીવંત કરી દીધું છે.
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની પહેલી સીઝન વર્ષ ૨૦૦૦માં શરૂ થઈ હતી અને ૨૦૦૮માં સમાપ્ત થઈ હતી. આ શોના કુલ ૧૮૩૩ એપિસોડ પ્રસારિત થયા હતા, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ શો ભારતીય ટેલિવિઝનનો આઇકૉનિક શો બની ગયો હતો, જેણે કરોડો પરિવારોનાં દિલોમાં સ્થાન મેળવ્યું હતું.

