નેટફ્લિક્સ માટેના આ શોનો પ્રોમો જોઈને સુનીલ પાલે કપિલને કહ્યું કે તું આવું ન કર
કપિલ શર્મા , સુનિલ પાલ
કપિલ શર્માના આગામી શોને લઈને સુનીલ પાલે ઘણા અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. કપિલ શર્મા હવે તેના નવા શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ને લઈને નેટફ્લિક્સ પર આવી રહ્યો છે. આ શો ૩૦ માર્ચથી શરૂ થઈ રહ્યો છે. એમાં કપિલની સાથે સુનીલ ગ્રોવર, કિકુ શારદા, કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર અને અર્ચના પુરણ સિંહ પણ જોવા મળશે. આ શોનો પ્રોમો હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે. શોના પ્રોમોને લઈને સુનીલ પાલે નેટફ્લિક્સને કહ્યું છે કે તેમણે ‘પૉર્ન ક્વોટા’ શરૂ કરી દીધો છે જેમાં આ પ્રકારના શોને રિલીઝ કરવામાં આવી રહ્યાં છે. ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને સુનીલ પાલે કહ્યું કે ‘કપિલે નેટફ્લિક્સના શોનો જે પ્રોમો શૅર કર્યો છે એને જોઈને ખૂબ જ નિરાશ છું. કપિલ શર્મા અમારા કૉમેડીના સુપરસ્ટાર છે. કિંગ ઑફ કૉમેડી છે. ફૅમિલી એન્ટરટેઇનરને કારણે લોકો તેને ઘર-ઘરમાં પસંદ કરે છે. જોકે તેનો નવો શો ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવી રહ્યો છે. આ શોના પ્રોમોમાં મને ગંદકી દેખાઈ રહી છે. ગંદા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે અહીં મારો બાદશાહ હારી જશે. હું મારા બાદશાહને હારતો જોવા નથી માગતો. કપિલ, હું તારો ખૂબ જ મોટો ફૅન છું. તેં જે શરૂઆત કરી છે એને તારે રોકવી પડશે, કારણ કે તું એક સાચો કૉમેડિયન છે. તારા નવા શોની જે શરૂઆત થઈ છે એ ખૂબ જ ગંદી રીતે થઈ છે. હું હાથ જોડીને તને વિનંતી કરું છું કે આવું ન કર. તારા ફૅન ફૅમિલીવાળા છે. તેમના માટે સારી કૉમેડી કર. આપ કીડે-મકોડે સે દૂર રહિએ.’