° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


‘મને મારી મંજિલ મળી, તમને પણ મળશે’

13 June, 2021 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટિંગ કરીઅર શરૂ કર્યાને બાર વર્ષ થતાં આત્મવિશ્વાસ રાખવાની સલાહ આપતાં આવું કહ્યું ક્રિતી ખરબંદાએ

‘મને મારી મંજિલ મળી, તમને પણ મળશે’

‘મને મારી મંજિલ મળી, તમને પણ મળશે’

ક્રિતી ખરબંદાએ ઍક્ટિંગના ક્ષેત્રમાં ૧૨ વર્ષ પૂરાં કરવા નિ‌મિત્તે જે પણ લોકો મળ્યા છે એનો આભાર માન્યો છે. ૧૨ વર્ષ પહેલાં ૧૨ જૂને દિવસે તેણે ફિલ્મી કરીઅરની શરૂઆત કરી હતી. તેણે તેલુગુ ફિલ્મ ‘બોની’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે કન્નડ ફિલ્મો પણ કરી હતી. ૨૦૧૬માં આવેલી ‘રાઝ : રિબુટ’થી તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી, ‘૧૨ વર્ષ પહેલાં ૧૨ જૂને મેં મારી જર્નીની શરૂઆત કરી હતી. એક ટીનેજર તરીકે મેં આ ઇન્ડસ્ટ્રીમાં પગલાં માંડ્યા હતાં. તેણે આજે મારો એક વ્યક્તિ તરીકે વિકાસ કર્યો છે. મારી ઍક્ટર તરીકેની જર્નીમાં હું જેટલા પણ લોકોને મળી હતી તેમની આભારી છું. મને ઘણું ખરું મારી જાત વિશે શીખવા મળ્યું. મને મારી મંજિલ મળી ગઈ અને એ મારી ઓળખ બની ગઈ. ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ લોકો સાથે કામ કરવાનો મને અવસર મળ્યો હતો એથી મારી કરીઅર સાથે જોડાયેલા એ તમામ લોકો પછી તેઓ ભલે ૧ મિનિટ માટે, એક દિવસ માટે કે પછી છેલ્લાં ૧૨ વર્ષમાં મને મળ્યા હોય. હું તેમની આભારી છું. પ્રગતિથી માંડીને ડૉક્ટર સ્વાતિથી લઈને આરતી શુક્લા અને રાજકુમારી મીના અને હવે અદિતિ એ બધાની સાથે ક્યાંક ને ક્યાંક હું પણ વિકાસ પામી છું. મેં ટીનેજર સાથે પ્રવેશ કર્યો હતો. હવે હું પુખ્ત બની ગઈ છું, જે સ્ટ્રૉન્ગ અને બોલ્ડ બની ગઈ છે. આજે હું જોઉં છું કે આજની પેઢી મારાં ગીતો પર પર્ફોર્મ કરે છે. મારી વસ્તુને રિક્રીએટ કરે છે અને એ લાગણી અદ્ભુત છે. મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી. મારી ફૅમિલી, મારા ફ્રેન્ડ્સ, મારા ટીચર્સ જેમણે મને ભરોસો આપ્યો કે હું કંઈક વિશેષ કરી શકું છું. આ બધું તેમના સપોર્ટ વગર શક્ય નથી. તમે લોકોએ મારા પર ભરોસો કર્યો જ્યારે મને મારા પર શંકા હતી. તમારા કારણે જ હું વધુ સારું કરી શકી છું અને મારી જાત પર મને વધુ ભરોસો બેઠો છે. તમે લોકોએ મને અહેસાસ કરાવ્યો કે હું વિશ્વની સૌથી વધુ નસીબદાર છોકરી છું. તમારામાં આત્મવિશ્વાસ જગાડો જેથી કરીને તમે યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રેરિત થશો. આ સ્થાને પહોંચતાં મને 12 વર્ષ લાગી ગયાં. તમને પણ તમારી મંજિલ મળી જશે.’

13 June, 2021 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

મમ્મીએ ના પાડી હોવાથી ‘ખતરોં કે ખિલાડી’ માટે ના પાડી હતી પારસ છાબરાએ

જો આવતા વર્ષે મને ‘ખતરોં કે ખિલાડી’ની ઑફર કરવામાં આવશે તો હું જરૂર જઈશ અને હું જીતીને આવીશ. હું રિયલિટી શોમાં એક બેન્ચમાર્ક સેટ કરવા અને લોકોનાં દિલ જીતવા જાઉં છું

31 July, 2021 04:20 IST | Mumbai | Agency
ટેલિવિઝન સમાચાર

‘ફૂડ સારું અને ટેસ્ટી હોય તો હું કંઈ પણ ખાઈ શકું છું’

આવું કહેનાર રણધીર કપૂરે ‘ઇન્ડિયન આઇડલ 12’ના સ્ટેજ પર દરેકને લસ્સીની લહાણી કરાવી હતી

31 July, 2021 04:12 IST | Mumbai | Agency
ટેલિવિઝન સમાચાર

જામશે મ્યુઝિકલ માહોલ

લકી અલી, સોનુ નિગમ, બાદશાહ, દર્શન રાવલ, બેની દયાલ, પેપોન લઈને આવશે ‘અનઍકૅડેમી અનવાઇન્ડ’

31 July, 2021 04:05 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK