° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


તારક મહેતાના આ નાના દયાભાભીનો અભિનય તમે જોયો?

14 October, 2021 04:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

તારક મહેતાના ચાહકો દયાબેનના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરતા રહે છે.

દિશા વાકાણી

દિશા વાકાણી

ટીવીનો પ્રખ્યાત કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાંથી ઘણા પાત્રો આવ્યા અને ઘણા પાત્રો ગયા પણ દયાબેનની વિદાય દર્શકોને ખૂબ વસમી લાગી છે. જો તમે પણ દયાબેનના સંવાદો અને અભિનયને મિસ કરતાં હોવ, તો આજે તમને 9 વર્ષની નાની દયા સાથે પરિચય કરાવીએ.

તારક મહેતાના ચાહકો દયાબેનના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરતા રહે છે. હવે બીજો વીડિયો સામે આવ્યો છે, જેમાં દિશા વાકાણીની ચાહક એક નાની બાળકી દયા બેન તરીકે જોવા મળે છે અને દયા બેનની જેમ અભિનય કરી રહી છે. આ નાનકડી દયાભાભીને જોઈને, તારક મહેતાના ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ‘અરે તેને દયાભાભીના રોલમાં રાખો.’ વીડિયોમાં, નાની દયા બેન, દિશા વાકાણીના દ્રશ્યની નકલ કરી રહી છે. જુઓ વીડિયો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disha Vakani (@disha.vakani)

સુમન `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં દયા બેનનું પાત્ર પસંદ કરે છે, તેથી સુમન દયા બેનના ગેટઅપમાં વિવિધ પ્રકારના વીડિયો શેર કરતી રહે છે. સુમને તેના ઇન્સ્ટા બાયોમાં લખ્યું છે કે તેને મિમિક્રી કરવાનું પસંદ છે. 9 વર્ષીય `દયાભાભી`નો અભિનય જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સુમનનો બીજો વીડિયો છે જેમાં તે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના બાપુજી સાથે વાત કરતી જોવા મળે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ? ꜱᴜᴍᴀɴ ᴘᴜʀɪ (@suman_tmkuc)

ઉલ્લેખનીય છે કે નાના પડદાનો સૌથી લાંબો પ્રસિદ્ધ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છે જે દર્શકોને ખૂબ જ પસંદ છે. છેલ્લા 13 વર્ષથી ચાલતી આ ટીવી સિરિયલના દરેક કલાકારને પ્રેક્ષકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. તે જ સમયે, દર્શકો આ શોમાં દિશા વાકાણીને ખૂબ જ મિસ કરી રહ્યા છે. દિશા વાકાણી, જે શરૂઆતથી દયા ભાભીના પાત્રમાં જોવા મળ્યાં હતાં, તે વર્ષ 2017માં શોથી દૂર થઈ ગયા હતા.

14 October, 2021 04:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ ૧૫’ના હાઉસમાં શમિતાએ કદી પણ મને સપોર્ટ નથી કર્યો : વિશાલ કોટિયન

તાજેતરમાં જ વિશાલ, જય ભાનુશાલી અને નેહા ભસીનનું એવિક્શન થયું છે

29 November, 2021 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘મરને કે લિએ થોડા, ઔર ‘બિગ બૉસ’ કે ઘર મેં જીને કે લિએ બહોત ઝહર પીના પડતા હૈ’

‘બિગ બૉસ’ના ઘરમાંથી ઇવિક્ટેડ થયા બાદ આવું કહ્યું જય ભાનુશાલીએ

28 November, 2021 10:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કપિલ શર્મા શોના ગાર્ડ્સે સ્મૃતિ ઈરાનીને ન આપ્યો પ્રવેશ

ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી ગેરસમજ સ્મૃતિ ઈરાનીના ડ્રાઈવર અને કપિલ શર્મા શોના ગેટકીપર વચ્ચે થઈ હતી.

24 November, 2021 08:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK