Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TV Updates: તુલસીનું સ્થાન લઈ લેશે અપ્સરા

TV Updates: તુલસીનું સ્થાન લઈ લેશે અપ્સરા

Published : 06 October, 2026 01:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

TV Updates: ૨૦ ઑક્ટોબરે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 પર પડદો પડી જવાનો હોવાનો રિપોર્ટ; અવિનાશ મિશ્રા ખતરોં કે ખિલાડી 15નો વિજેતા બન્યો

‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ને બદલે પ્રસારિત થશે  ‘અપ્સરા’

‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ને બદલે પ્રસારિત થશે ‘અપ્સરા’


સ્ટાર પ્લસ પર નવો અલૌકિક ડ્રામા ‘અપ્સરા’ શરૂ થવા જઈ રહ્યો છે. આ શો સ્મૃતિ ઈરાનીને તુલસીના રોલમાં ચમકાવતા શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’નું સ્થાન લેશે. સ્ટાર પ્લસે તાજેતરમાં આ અલૌકિક કથાનો પહેલો પ્રોમો રજૂ કર્યો છે જેમાં શોની રસપ્રદ વાર્તાની ઝલક સાથે મુખ્ય પાત્રો અને તેને ભજવી રહેલા કલાકારોનો પરિચય પણ કરાવવામાં આવ્યો છે.
આ શ્રેણીમાં પારસ કલનાવત અને સમીક્ષા જાયસવાલ મુખ્ય ભૂમિકામાં છે. ‘અપ્સરા’ની વાર્તા સુનહરી નામની અપ્સરાની આસપાસ ફરે છે જેને અમૃતને દુષ્ટ શક્તિઓથી બચાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.  રિપોર્ટ પ્રમાણે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ની વાર્તા હવે અંતિમ તબક્કામાં છે અને આ શોનો અંતિમ એપિસોડ ૨૦ ઑક્ટોબરે પ્રસારિત થશે. ત્યાર બાદ એના સ્થાને ૨૧ ઑક્ટોબરથી ‘અપ્સરા’નું પ્રસારણ શરૂ થશે.

અવિનાશ મિશ્રા ખતરોં કે ખિલાડી 15નો વિજેતા બન્યો




રવિવારે કલર્સ ટીવી પર ‘ખતરોં કે ખિલાડી 15’ની ગ્રૅન્ડ ફિનાલે પ્રસારિત થઈ હતી. શોના ટોચના ત્રણમાં અવિનાશ મિશ્રા, ઓરી અને રિત્વિક ધનજાની પહોંચ્યા હતા. ત્યાર બાદ અવિનાશ અને રિત્વિક ટોચના બે સ્પર્ધક બન્યા હતા અને અંતે અવિનાશને આ સીઝનનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. આ ટાઇટલ જીતવાની સાથે અવિનાશને ૨૦ લાખ રૂપિયા, યુરોપની યાત્રા અને એક કાર પણ ઇનામમાં મળી છે. આ ઉપરાંત ટોચના ત્રણ ફાઇનલિસ્ટને બાઇક પણ આપવામાં આવી હતી. ગઈ કાલે અવિનાશે પોતાની જીતની ક્ષણનો વિડિયો શૅર કર્યો હતો. આ સાથે તેણે લખ્યું હતું કે ‘તમારું કામ સંપૂર્ણ સમર્પણ સાથે કરો. પરિણામની ચિંતા પરિણામ પર જ છોડી દો. તમારાં સૌના પ્રેમ અને સમર્થન માટે આભાર.’

ટીવી-ઍક્ટર મોહસિન ખાને  પ્રાઇવેટ ફંક્શનમાં કરી લીધા નિકાહ


જાણીતા ટીવી-ઍક્ટર મોહસિન ખાને પ્રાઇવેટ ફંક્શનમાં તમન્ના નામની યુવતી સાથે નિકાહ કરી લીધા છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી સારી એવી લોકપ્રિયતા મેળવનારા ૩૪ વર્ષના મોહસિને ઑગસ્ટમાં તમન્ના સાથે પોતાની સગાઈની જાહેરાત કરી હતી અને હવે રવિવારે મોહસિને સોશ્યલ મીડિયા પર પોતાના લગ્નના સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી. મોહસિને સોશ્યલ મીડિયા પર તેની અને તમન્નાની એક તસવીર શૅર કરીને લખ્યું હતું કે ‘ધૅટ ડે, માશાઅલ્લાહ.’

 

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK