Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્વર્ગીય કાકા સપનામાં આવતા હોવાથી અમેરિકન ભાઈએ કાશી આવીને અસ્થિ વિસર્જન-પિંડદાન કર્યું

સ્વર્ગીય કાકા સપનામાં આવતા હોવાથી અમેરિકન ભાઈએ કાશી આવીને અસ્થિ વિસર્જન-પિંડદાન કર્યું

Published : 06 October, 2026 03:46 PM | IST | Kashi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાશીના અસ્સી ઘાટ પર જૅક્સને તેના કાકા નેટનું પિંડદાન કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમનાં અસ્થિનું વિસર્જન કર્યું હતું

મિશિગનમાં રહેતો જૅક્સન છેક અમેરિકાથી કેમ પિંડદાન માટે આવ્યો

અજબ ગજબ

મિશિગનમાં રહેતો જૅક્સન છેક અમેરિકાથી કેમ પિંડદાન માટે આવ્યો


પિતૃપક્ષમાં લાખો લોકો ઉત્તર પ્રદેશના કાશીમાં પોતાના પ્રિયજનો માટે તર્પણ કરવા માટે આવી રહ્યા છે. જોકે અમેરિકાથી જૅક્સન નામના ભાઈ પણ યુટ્યુબ પર આ વિધિ જોઈને કાશી આવ્યા હતા. કાશીના અસ્સી ઘાટ પર જૅક્સને તેના કાકા નેટનું પિંડદાન કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમનાં અસ્થિનું વિસર્જન કર્યું હતું. મિશિગનમાં રહેતો જૅક્સન છેક અમેરિકાથી કેમ પિંડદાન માટે આવ્યો? એ સવાલનો જવાબ બહુ રસપ્રદ છે. તે કહે છે, ‘હું એક રેસ્ટોરાંમાં કામ કરું છું. હું મારા કાકા સાથે રહેતો હતો. મારા કાકાને ભારતીય સંસ્કૃતિમાં ઊંડી શ્રદ્ધા હતી. તેમને ભારતની ધાર્મિક નગરીઓ કાશી અને મથુરા પ્રત્યે ઊંડી આસ્થા હતી. તેમની છેલ્લી ઇચ્છા હતી કે તેમનાં અસ્થિ ગંગામાં વિસર્જિત કરવામાં આવે, જે મુક્તિ આપતી નદી છે. ૩ વર્ષ પહેલાં ૫૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી થોડા દિવસ સુધી બધું સામાન્ય રહ્યું. પછી તેઓ દરરોજ મારા સપનામાં દેખાવા લાગ્યા. હું કંઈ સમજી શક્યો નહીં. એ પછી મેં સોશ્યલ મીડિયા પર કાશી વિશેના ઘણા વિડિયો જોયા. એમાં મને અસ્થિ-વિસર્જન અને પિંડદાન વિશે માહિતી મળી. હું અમેરિકાથી બીજી ઑક્ટોબરે ભારત પહોંચ્યો હતો અને કાકાની પિંડદાન વિધિ કરાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 03:46 PM IST | Kashi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK