કહે છે, બિગ બી સાથે ડાન્સ કરવો હતો, પણ બનવું પડ્યું તેમની મમ્મી
કાર્તિક આર્યન, અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન
પોતાની ફિલ્મ ‘ભૂલભુલૈયા 3’ને પ્રમોટ કરવા વિદ્યા બાલન અને કાર્તિક આર્યન ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)નાં મહેમાન બન્યાં ત્યારે વિદ્યાએ અમિતાભ બચ્ચન સામે પોતાના અધૂરા સપના, અધૂરી ઇચ્છાની વાત કરી હતી.
વિદ્યાએ KBCમાં ૨૦૦૯ની ફિલ્મ ‘પા’ વિશેની વાત કરતાં કહ્યું હતું કે ‘એ ફિલ્માં એક સીન હતો જેમાં બચ્ચન સર, હું અને અભિષેક વરસાદમાં મન્કી-ડાન્સ કરીએ છીએ. વરસાદનો આ સીન જોઈને એ વખતે મારા મનમાં વિચાર ઊઠ્યો હતો કે મારે તો બચ્ચન સર સાથે ‘આજ રપટ જાએં તો હમેં ના ઉઠૈયો’ પર ડાન્સ કરવો છે, પણ આ ફિલ્મમાં તો હું તમારી મમ્મી બની હતી અને મન્કી-ડાન્સ કરી રહી હતી... ખ્વાહિશ અધૂરી રહ ગયી સર.’
ADVERTISEMENT
આ સાંભળીને અમિતાભે વિદ્યા બાલનને ડાન્સ કરવા આમંત્રિત કરી હતી અને પછી બન્નેએ મળીને ‘નમક હલાલ’ના અમિતાભ-સ્મિતા પાટીલના ગીત ‘આજ રપટ જાએં...’નો આઇકૉનિક ડાન્સ કર્યો હતો.
કાર્તિક આર્યને જ્યારે અમિતાભ બચ્ચનને કહ્યું... મને પણ તમારી હિરોઇન બનવાનું ગમ્યું હોત
‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ના એપિસોડમાં અમિતાભ બચ્ચન સામે કાર્તિક આર્યન અને વિદ્યા બાલન આવ્યાં ત્યારે બિગ બીએ તેમની સાથે જૂના જમાનાની હિરોઇનોની વાતો પણ કરી હતી. અમિતાભ બચ્ચને પોતે મીનાકુમારી સાથે કામ ન કરી શક્યા એનો અફસોસ વ્યક્ત કર્યો હતો અને વહીદા રહમાનની અદાકારીનાં વખાણ કર્યાં હતાં. એ જમાનામાં કઈ રીતે શૂટિંગ થતું એની પણ વાતો કરી હતી. અમિતાભ જ્યારે આ વાતો કરી રહ્યા હતા ત્યારે મીનાકુમારી અને વહીદા રહમાન માટેનો તેમનો અહોભાવ જોઈને વિદ્યા બાલન બોલી ઊઠી હતી કે કાશ, હું એ યુગમાં જન્મી હોત તો તમારી હિરોઇન બની શકી હોત. એ સાંભળીને કાર્તિકે પણ ડબકું મૂક્યું હતું કે મને પણ તમારી હિરોઇન થવાનું ગમ્યું હોત.