ધર્મેટિક એન્ટરટેઇમેન્ટે એક્સક્લુઝિવ કન્ટેન્ટની ડીલ કરી હતી જે બે વર્ષ બાદ તોડવામાં આવી
કરણ જોહર
કરણ જોહર અને નેટફ્લિક્સ વચ્ચે કરવામાં આવેલી એક્સક્લુઝિવ કન્ટેન્ટની ડીલ તોડવામાં આવી છે. કરણ અને અપૂર્વ મહેતાના ધર્મેટિક એન્ટરટેઇનમેન્ટ દ્વારા નેટફ્લિક્સ સાથે ફિક્શન, નૉન-ફિક્શન સિરીઝ અને ફિલ્મ્સની ડીલ કરી હતી. આ ડીલનો અંત બે વર્ષ બાદ આવી ગયો છે. તેમણે અત્યારે જેટલા પ્રોજેક્ટ સાઇન કર્યા છે એટલા પૂરા કરવામાં આવશે, જેને આગામી ૧૨થી ૧૮ મહિનામાં રજૂ કરવામાં આવશે. જોકે એ સિવાય તેઓ એક પણ નવા પ્રોજેક્ટ નહીં બનાવે. બની શકે કે કરણ જોહરે બનાવેલા દરેક શો અને ફિલ્મ્સ દર્શકોને પસંદ ન પડ્યાં હોવાથી ડીલ તોડવામાં આવી હોય. કરણ હાલમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ ડિરેક્ટ કરી રહ્યો છે.