° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


ડૉક્ટરનું પાત્ર ભજવ્યા બાદ હવે નેવીનો રોલ કરવા માગે છે મોહિત

21 September, 2021 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તે ‘મુંબઈ ડાયરીઝ ૨૬/૧૧’માં ડૉક્ટરના રોલમાં જોવા મળી રહ્યો છે

મોહિત રૈના

મોહિત રૈના

મોહિત રૈનાને હવે નેવીનો રોલ ભજવવો છે. તે ‘મુંબઈ ડાયરીઝ ૨૬/૧૧’માં ડૉક્ટરના રોલમાં જોવા મળી રહ્યો છે. હવે તેને નેવીના રોલનું આકર્ષણ જાગ્યું છે. એ વિશે મોહિતે કહ્યું હતું કે ‘મહામારી પહેલાં હું ઘણાબધા પ્લાન્સ બનાવતો હતો. મહામારીએ આપણા સૌની કમર તોડી નાખી છે. હું રોજ સવારે જાગું છું અને શ્વાસ લઉં છું. મને ખબર નથી આગળ શું થવાનું છે. જો મને પસંદગી કરવા મળે તો હું નેવીના ક્ષેત્રનો રોલ કરવા માગું છું.’

તેણે ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં સૈનિકની ભૂમિકા ભજવી હતી. ૧૯૯૭માં દૂરદર્શન પર આર. માધવનની ‘સી હૉક્સ’ સિરિયલ આવતી હતી. એમાં ભારતીય દરિયાકિનારાની સુરક્ષા કરતા અધિકારીઓની સ્ટોરી દેખાડવામાં આવતી હતી. એ વિશે મોહિતે કહ્યું હતું કે ‘નેવી એક એવું ક્ષેત્ર છે જેની સ્ટોરીને મેં હજી સુધી સ્પર્શ નથી કર્યો. હું જ્યારે નાનો હતો ત્યારે  ‘સી હૉક્સ’ જોતો હતો. એ સિરિયલે આપણને માધવન આપ્યો. એથી એ દિશામાં કંઈક કરવા માગું છું.’

21 September, 2021 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

બ્રિગેડિયર બલસારા બનશે શાહિદ કપૂર

સત્યઘટના પર આધારિત એક્શનથી ભરપૂર ‘બુલ’માં તે પેરાટ્રૂપર બનશે

22 October, 2021 03:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

સમય થઈ ગયો છે ‘બ્રીધ’ કરવાનો

અભિષેક બચ્ચન અને અમિત સાધ ફરી થશે આમને-સામને

21 October, 2021 02:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

સ્ટૅન્ડ-અપ બનશે કરણ

ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ‘વન માઇક સ્ટૅન્ડ’ની બીજી સીઝનમાં તે દેખાશે

20 October, 2021 04:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK