Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > મારું કામ લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાનું છે : સલમાન ખાન

મારું કામ લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાનું છે : સલમાન ખાન

13 January, 2024 10:41 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હું મારા સોશ્યલ મીડિયા દ્વારા મારા ફૅન્સ સાથે ક્લોઝ કૉન્ટૅક્ટમાં રહું છું. ઓટીટી પર તેઓ ‘ટાઇગર 3’ને જે પ્રેમ આપી રહ્યા છે

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાનનું કહેવું છે કે તેનું એકમાત્ર કામ લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાનું છે. તેની છેલ્લી ફિલ્મ ‘ટાઇગર 3’ હતી. તે હાલમાં ‘બિગ બૉસ 17’ને હોસ્ટ કરી રહ્યો છે. તે હવે સની દેઓલની ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવતો જોવા પણ મળશે. આ સાથે જ તે તેની આગામી ફિલ્મોનું પણ શૂટિંગ કરશે. જોકે એ પહેલાં તેની ‘ટાઇગર 3’ને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં સલમાને કહ્યું કે ‘મારી ટાઇગર ફ્રૅન્ચાઇઝીને પહેલી ફિલ્મથી જ ખૂબ જ પ્રેમ મળ્યો છે. થિયેટરની વાત હોય, સૅટેલાઇટની વાત હોય કે પછી સ્ટ્રીમિંગની વાત હોય, આ ફ્રૅન્ચાઇઝીને હંમેશાં પસંદ કરવામાં આવી છે. આથી પહેલાં થિયેટરમાં અને હવે સ્ટ્રીમિંગ પર ‘ટાઇગર 3’ને સફળ થતી જોઈને સારું લાગે છે. હું મારા સોશ્યલ મીડિયા દ્વારા મારા ફૅન્સ સાથે ક્લોઝ કૉન્ટૅક્ટમાં રહું છું. ઓટીટી પર તેઓ ‘ટાઇગર 3’ને જે પ્રેમ આપી રહ્યા છે એ જોઈને ખૂબ જ સારું લાગી રહ્યું છે. એક ઍક્ટર તરીકે મારું સૌથી મોટું અને એકમાત્ર કામ લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાનું છે. મને ખુશી છે કે દુનિયાભરના લોકોને મેં ‘ટાઇગર 3’ દ્વારા મનોરંજન પૂરું પાડ્યું છે. ‘ટાઇગર 3’ મારા દિલની ખૂબ જ નજીક છે. આથી આ ફિલ્મ પહેલાં થિયેટરમાં અને હવે થોડા જ દિવસમાં સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર પણ ખૂબ જ હિટ થઈ હોવાથી મારા માટે એ ખૂબ જ પર્સનલ છે. ટાઇગર હંમેશાં લોકોને એન્ટરટેઇન પૂરું પાડતો રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2024 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK