Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિરોધ-પ્રદર્શન પૂરું કર્યાના બીજા દિવસે સવારે CJPના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું... આ તો ફક્ત શરૂઆત છે

વિરોધ-પ્રદર્શન પૂરું કર્યાના બીજા દિવસે સવારે CJPના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું... આ તો ફક્ત શરૂઆત છે

Published : 27 July, 2026 09:41 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિજિત દીપકેએ વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેનારાઓનો તેમ જ આંદોલનની ટીકા કરનારા તમામનો આભાર માન્યો હતો

અભિજિત દીપકે

અભિજિત દીપકે


કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ જંતરમંતર પર ૩૬ દિવસનું આંદોલન સમાપ્ત કર્યાના એક દિવસ પછી એના સ્થાપક અભિજિત દીપકેએ ગઈ કાલે સવારની અપડેટ જાહેર કરી હતી અને સોશ્યલ મીડિયા પર વિરોધ-પ્રદર્શન વિશે જાણકારી આપતો અને સમર્થકોનો આભાર માનતો એક વિડિયો-સંદેશ શૅર કર્યો હતો.

વિડિયો-સંદેશમાં ૩૦ વર્ષના અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘અઠવાડિયાની સતત પ્રવૃત્તિ પછી હું આખરે આરામ કરી શક્યો હતો. છેલ્લા ૩૬ દિવસ ખરેખર મુશ્કેલ રહ્યા છે. વિરોધનો અંત આંદોલનનો અંત નથી. આ તો ફક્ત શરૂઆત છે. CJPએ હજી ઘણી લાંબી મજલ કાપવાની છે.’



અભિજિત દીપકેએ વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેનારાઓનો તેમ જ આંદોલનની ટીકા કરનારા તમામનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ટીકાએ વાજબી પ્રશ્નો ઉઠાવીને અભિયાનને સુધારવામાં મદદ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 09:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK