બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસરોએ કરેલા સંશોધનનું આવ્યું આ તારણ
પ્રતીકાત્મક તસવીર
બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના ૩ પ્રોફેસરોએ સાથે મળીને જ્યોતિષશાસ્ત્ર અને આજના સમયને ધ્યાનમાં રાખીને એક અનોખું સંશોધન હાથ ધર્યું હતું. આ સંશોધનની વિગતો જાહેર કરવામાં આવી છે. અફેર, લિવ-ઇન, ઘરેલુ હિંસા અને તૂટતાં લગ્નો પર કરવામાં આવેલા આ અભ્યાસનું એવું તારણ આવ્યું છે કે ૩૭ ટકા લગ્નો તૂટવાનું કારણ માત્ર કુંડળી ન મેળવી હોવાનું છે. પ્રોફેસરે આ સંશોધન માટે ૧૨ જિલ્લામાં એવાં દંપતીઓનો ડેટા મેળવ્યો હતો જેમણે છેલ્લાં ૩ વર્ષમાં છૂટાછેડા લીધા હોય. આ ડેટાનો તેમણે અભ્યાસ કર્યો હતો અને એના પરથી કુંડળી મિલન, ગ્રહદોષ તથા રીતરિવાજથી જોડાયેલા પ્રશ્નો પણ પૂછ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગ્રહદોષ હોવા છતાં લોકો લગ્ન કરી રહ્યા છે.
સંશોધનના તારણમાં એવું પણ કહેવાયું છે કે મોટી ચિંતાનો વિષય એ છે કે વર અને વહુ લગ્ન પછી પણ બીજા અફેરમાં પડી રહ્યાં છે એટલું જ નહીં, એકબીજાની હત્યા પણ કરાવી રહ્યાં છે.

