Diwali 2025: દીવાથી ઘરના સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. સકારાત્મક ઊર્જાનો સંચાર થતો હોય છે. પણ, એ ચોક્કસ ધ્યાન રાખવું કે દીવો અમુક ચોક્કસ સ્થાને જ પ્રગટાવવો જોઈએ.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિવાળીનું પર્વ (Diwali 2025) હવે ગણતરીના દિવસોમાં આવી રહ્યું છે ત્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ અમુક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો શુભ પરિણામો મળી શકે છે. દિવાળીમાં દરેક વ્યક્તિ પોતાના ઘરે સંધ્યા ટાણે દીવડા પ્રગટાવે છે. કારણ કે દિવાળીના દિવસો દરમિયાન દીપ પ્રજવલનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહે છે કે દિવાળીના દિવસોમાં ઘર આંગણે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થતો હોય છે તેમ જ ઘરમાંથી જે જે નકારાત્મક ઊર્જા હોય છે તે જતી રહે છે. દીવાથી ઘરના સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. પણ, એ ચોક્કસ ધ્યાન રાખવું કે દિવાળી (Diwali 2025)ના દિવસે દીવો અમુક ચોક્કસ સ્થાને જ પ્રગટાવવો જોઈએ.
તુલસીના ક્યારા પાસે દીવો પ્રગટાવવો
ADVERTISEMENT
કહે છે કે દિવાળી (Diwali 2025)ના દિવસોમાં જો તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મીની કૃપા વરસે છે. સુખ અને શાંતિ પણ વધે છે.
ઘરના આંગણામાં દીવડો મૂકવો
વાસ્તુ અનુસાર ઘરના આંગણામાં પણ એક દીવો પ્રગટાવવો જોઈએ. જેથી ઘરમાં ક્યારેય પૈસાની અછત થશે નહીં અને અપાર ખુશીઓ આવશે.
દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ સામે દીપ જલાવવો
દિવાળીના દિવસોમાં દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ સામે દીપ જલાવવામાં આવે અને ત્યારબાદ તેનાથી આરતી ઉતારવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ વધે છે. દિવાળીના દિવસે ઘરમાં લક્ષ્મીજીની સામે આખો દિવસ દીવો પ્રગટેલો રહે તે પણ જરૂરી છે.
પ્રવેશદ્વાર પાસે દીવો મૂકવો
દિવાળી (Diwali 2025)એ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ રહેલું છે. દિવાળીએ ઘરઅના મુખ્ય દરવાજાની બંને બાજુ દીવો પ્રગટાવવો જોઈએ. કહે છે કે પ્રવેશદ્વાર પાસે દીવો કરવાથી સમૃદ્ધિ વધે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે.
ચોક પાસે દીવો મૂકવો
દિવાળીના દિવસે ઘરની આસપાસ કોઈ ચોક હોય તો ત્યાં પણ દીવો મૂકી શકાય. જેનાથી આર્થિક મુશ્કેલીઓ ટળે છે.
સ્મશાનમાં દીવો પ્રગટાવવો જોઈએ
એવું પણ કહે છે કે દિવાળી (Diwali 2025)ના તહેવારમાં જો શક્ય હોય તો સ્મશાનમાં દીવો પ્રગટાવવો જોઈએ. અથવા તો પછી કોઈ સૂમસામ નિર્જન જગ્યા પર કોઈ મંદિર કે દેરું હોય તો ત્યાં પણ દીવડો કરી શકાય.

