Pitru Paksha Shraddh 2024: આજના દિવસે પિતૃઓનું પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવનાર છે. આમ કરવાથી પૂર્વજો સંતુષ્ટ થતાં હોવાનું આપણાં શાસ્ત્રોમાં કહેલું છે.
શ્રાદ્ધ કરતા વ્યક્તિની પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
કી હાઇલાઇટ્સ
- પિતૃ શ્રાદ્ધના પ્રથમ અને અંતિમ દિવસે ચંદ્રગ્રહણની છાયા છે
- ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોઈ તેની કોઈ જ ખરાબ અસર પડવાની નથી
- શ્રાદ્ધ અને પિંડ દાન માટે સવારે 11:30થી બપોરે 3:30 સુધીનો સમય સારો માનવામાં આવે છે
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે, આ પિતૃપક્ષ દરમિયાન દરેક વંશજો પોતાના પિતા, દાદા તેમ જ પરદાદા વગેરેનું શ્રાદ્ધ (Pitru Paksha Shraddh 2024) કરીને તેઓને યાદ કરે છે.
શા માટે અત્યારે પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે?
ADVERTISEMENT
આ એક એવો સમય છે પૂર્વજો પંદર દિવસ માટે પૃથ્વી પર આવતા હોય છે. તેઓના આશીર્વાદ પામવા માટે શ્રાદ્ધ (Pitru Paksha Shraddh 2024) કરવામાં આવે છે. માટે જ આ સમયે વંશજો તેમના પૂર્વજો માટે જે યથાશક્તિ જે દાન-ધર્મ ઇત્યાદિ કરે છે તે તેમના પૂર્વજોને પ્રાપ્ત થાય છે એવું કહેવામાં વે છે. આમ કરવાથી પૂર્વજો સંતુષ્ટ થતાં હોવાનું આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે. પિતૃઓના આશિષ મેળવવાથી પરિવાર, કુટુંબમાં સુખ સમૃદ્ધી વધતી હોય છે.
આજે છે પહેલું શ્રાદ્ધ?
પિતૃ પક્ષ ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થતાં હોય છે. મોટેભાગે પિતૃપક્ષની શરૂઆત ભાદ્રપદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે અશ્વિન મહિનાની પ્રતિપદા તિથિથી માનવામાં આવે છે. એ રીતે જોતાં ૧૮ સપ્ટેમ્બર આજથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યા છે. આજના દિવસે પિતૃઓનું પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવનાર છે.
શું આજે ગ્રહણ છે તો શ્રાદ્ધ કરી શકાશે?
આજથી ભલે પિતૃશ્રાદ્ધ (Pitru Paksha Shraddh 2024)ની શરૂઆત થઈ ગઈ છે પરંતુ બીજી બાજુ લોકોને એ પણ મૂંઝવણ છે કે આજે ચંદ્રગ્રહણ હોવાથી શું શ્રાદ્ધ કરી શકીશું? તો તમને જણાવી દઈએ કે ભલે પિતૃ શ્રાદ્ધના પ્રથમ અને અંતિમ દિવસે ચંદ્રગ્રહણની છાયા હોય પરંતુ આ ગ્રહણની કોઈ જ પ્રકારની નેગેટિવ અસર પડવાની નથી. કારણકે આ વખતે ભારતમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ બંને દેખાવાના નથી.
આજે પ્રતિપદા તિથિનું પ્રથમ શ્રાદ્ધ અને 2જી ઓક્ટોબરે સર્વપિતૃ અમાવસ્યાનું શ્રાદ્ધ કરી શકાશે. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોઈ તેની કોઈ જ ખરાબ અસર પડવાની નથી કે નથી પૂર્વજો નારાજ થવાના. આ બંને દિવસે તમામ શ્રાદ્ધની વિધિ કરી જ શકે એમ છે. આ સમય દરમિયાન પિંડ દાન, તર્પણ અથવા તો તમામ પ્રકારની શ્રાદ્ધ વિધિઓ પાર પાડી શકાય છે.
આજે પ્રથમ શ્રાદ્ધ છે તો જાણી લો મુહૂર્ત
આજના પ્રતિપદા શ્રાદ્ધ મુહૂર્ત વિશે વાત કરવામાં આવે તો સવારે 11:50થી 12:30 સુધી કુતુપ મુહૂર્ત છે. કહેવાય છે કે આ મુહૂર્તમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવા શુભ છે. તે ઉપરાંત બપોરે 12:39થી 01:27 વાગ્યા સુધી રોહિન મુહૂર્ત છે.
ક્યારે કરેલું શ્રાદ્ધ બેસ્ટ માનવામાં આવે છે?
શાસ્ત્રો અનુસાર પિતૃ શ્રાદ્ધ (Pitru Paksha Shraddh 2024) સૂર્યોદય પહેલા અથવા સૂર્યોદય બાદ ન કરવામાં આવે તેટલું જ યોગ્ય છે. કારણકે પિતૃપક્ષનું શ્રાદ્ધ અથવા પિંડ દાન હંમેશા ઊગતા સૂર્યના સમયે જ કરવું જોઈએ. તેથી, શ્રાદ્ધ અને પિંડ દાન માટે સવારે 11:30થી બપોરે 3:30 સુધીનો સમય સારો માનવામાં આવે છે.
(આ લેખમાં કહેવામાં આવેલ વાતો માહિતીપ્રધાન છે, તે બાબતે ગુજરાતી મિડડે પુષ્ટિ કરતું નથી)