Vaastu Vibes: ઘરનો મધ્ય ભાગ ચેતનાનું કેન્દ્રબિંદુ હોય છે. સ્વાભાવિક છે કે જો તમારા ઘરનો મધ્ય ભાગ જ બ્લોક્ડ એટલે કે ગીચોગીચ હશે તો તમે વાસ્તુ પ્રત્યેનાં સૂચનોને અવગણશો. એટલે જ ઘરના કેન્દ્ર ભાગને મજબૂત બનાવવા શું કરવું?
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` (Vaastu Vibes) જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
૨૦૨૬નું વર્ષ જેમ જેમ ડગલાં ભરી રહ્યું છે તેમ તેમ વાસ્તુ રિલેટેડ સૂચનોની ઊર્જા આપણી પરસ્પરની વાતચીતને જાણે નવો આકાર આપી રહી છે. આપણે એટલું સમજ્યા છીએ કે અડચણોવાળી જગ્યા પણ કઈ રીતે આપણી માટે સુરક્ષાકવચ બની શકે છે અને એક ઑપન કે બધી રીતે અનુકૂળ હોય એવી જગ્યા આપણને સહજતાથી વિવિધ દૃષ્ટિકોણોને સ્વીકારવાની સમજણ આપે છે. આ વર્ષની ખરી કસોટી તો વિરોધમાંથી સ્વીકાર્યતા તરફ આગળ વધવાની છે. કોઈપણ સૂચનોને ટીકા તરીકે નહીં, પણ ગિફ્ટ માનવી. એવી એનર્જીની ગિફ્ટ કે જેને સ્વીકારતાં જ પ્રગતિના પંથે આગળ વધીએ છીએ. આ અભ્યાસ માંગી લે છે. અને એ અભ્યાસ છે મનની મોકળાશનો, આપણા દૃષ્ટિકોણને બદલવાનો અને સ્પર્ધા કરતાં સહયોગ પર ધ્યાન આપવાનો. સૂચનોને પોઝિટિવલી સ્વીકારીને આપણે જગ્યા, સમય અને ચેતનાને સુસંગત કરીને વિકાસ સાધી શકીએ છીએ. તો આવો, સૌના સૂચનોને આવકારીએ અને ૨૦૨૬ની સાલ સંઘર્ષની નહીં, પરંતુ સમજણની બનાવીએ. જ્યાં દરેક અવાજ પોતાનો આગવો દૃષ્ટિકોણ લઇને આવશે.
ADVERTISEMENT
સૂચનો સામે આપણો અપ્રોચ કેવા પ્રકારનો હોવો જોઈએ?
૧. આંખ, કાન અને મન ખુલ્લાં રાખો: સૌ પ્રથમ તો આ ખુલ્લા મને સ્વીકારવાની ભાવના જ બેસ્ટ ઉપાય છે. જ્યારે આપણે કોઈપણ સૂચનને શાંતિથી સાંભળીએ છીએ, ત્યારે આપણા પોતાના વિચારોમાં નવી સમજણનો ઉમેરો થાય છે.
૨. સૂચનો એટલે એનર્જીની ગિફ્ટ: દરેક સૂચન પોતાની સાથે એક આગવી ઊર્જા લઈને આવે છે. જો તે સૂચનોને પોઝિટિવલી લેવામાં આવે તો તે આપણને આગળ વધારે છે. અને જો તેનો વિરોધ કરવામાં આવે તો તે આપણી ઊર્જાને નષ્ટ કરી નાખે છે. ભલે તમે કોઈ સૂચન સાથે સંમત ન હોવ, પણ તેને ગિફ્ટ તરીકે સ્વીકારી તો શકો ને?
૩. ફોકસ એટલું જ કે મારે આગળ વધવું છે: સૂચનો મળતાં જ જાત સાથે સંવાદ કરો કે આ સૂચન મારા વિકાસમાં (Vaastu Vibes) કઈ રીતે મદદરૂપ બનશે? ભલે સૂચન બધી રીતે પરફેક્ટ ન પણ હોય, પણ તે સુધારાની દિશા તરફ તો લઇ જ જાય છે.
૪. સ્પર્ધા નહીં, સહયોગ: સમજી લો કે ૨૦૨૬નું વર્ષ `એકતા`નું `છે. આ સૂચનોને મિત્રભાવે સ્વીકારવામાં આવે તો તે શાણપણ છે; સ્પર્ધાની રીતે જોશો તો તે સંઘર્ષ જ લાગશે.
તમે સૂચનો સહજતાથી સ્વીકારી શકતાં નથી? કદાચ તમારા ઘરનો મધ્યભાગ ખામીવાળો છે
ઘરનો મધ્ય ભાગ ચેતનાનું કેન્દ્રબિંદુ હોય છે. સ્વાભાવિક છે કે જો તમારા ઘરનો મધ્ય ભાગ જ બ્લોક્ડ એટલે કે ગીચોગીચ હશે તો તમે વાસ્તુ પ્રત્યેનાં સૂચનોને અવગણશો. એટલે જ ઘરના કેન્દ્ર ભાગને મજબૂત બનાવવા શું કરવું?
૧. ભારે ફર્નિચર કે દીવાલો ન હોવી જોઈએ.
૨. ત્યાં કુદરતી હવા-ઉજાશની અવરજવર રહેતી હોવી જોઈએ.
૩. બાથરૂમ કે સ્ટોરેજ રાખવાનું ટાળવું.
૪. છોડ, લેમ્પ અથવા ખુલ્લી ડિઝાઇન હોવી જોઈએ.
ટૂંકમાં ઘરનો સેન્ટ્રલ ભાગ જેટલો ઑપન હશે, તમે સૂચનોને સરળતાથી (Vaastu Vibes) સ્વીકારશો.
ઓર્ગેનાઇઝેશનમાં સૂચનો આવે ત્યારે...
ઘરની વાત તો સમજ્યા, પણ ઓર્ગેનાઇઝેશન હોય ત્યારે સૂચનોનો ઢગલો થવાનો જ. કૉ-વર્કર્સ, લીડર્સ એમ બધા જ લોકો પોતપોતાનાં સૂચનો આપે. હવે ૨૦૨૬નું વર્ષ એવું છે કે જેમાં ઘણા લોકો આવાં સૂચનોથી ટેન્શનમાં આવી જાય છે. આવા સમયે જો કોઈમાં સ્પષ્ટતાનો અભાવ હોય તો તે અસુરક્ષિતતા અનુભવી શકે છે અને કેટલાક લાગણીમાં વહી જઈને રિસ્પોન્સ આપે છે. આવા ટાણે લીડર્સની ભૂમિકા મહત્વની હોય છે. જો તમારી પાસે વિઝન છે, તો તમારું કાર્ય હુકમ છોડવાનું નથી, પરંતુ પ્રકાશ પાડવાનું છે. ધીરજ સાથે અન્ય લોકોને માર્ગદર્શન આપો. તેમની દૂરંદેશી સુધારવામાં મદદ કરો. અહમ વિના સ્પષ્ટતા વહેંચો. જેથી સૂચનો સામૂહિક શક્તિમાં ફેરવાઇ જશે. જે લોકોમાં વિઝનનો અભાવ છે તેમને ધમકાવવાથી અથવા તેમના અભિપ્રાયોને ફગાવી દેવાથી ટીમ નબળી પડે છે. તેમને માર્ગદર્શન આપવાથી ટીમ મજબૂત બને છે. સૂચનોને (Vaastu Vibes) એક સેતુ તરીકે સ્વીકારવાની જરૂર છે.
આટલું કરશો તો સૂચનો તમારી માટે એનર્જી ખેંચી લાવશે:
૧. રિસપોન્સ આપતાં પહેલાં થોભો. કોઈના પણ તરફથી કોઈપણ સૂચન આવે છે તો તેને સાંભળો, થોભો, શ્વાસ લો. રિસ્પોન્સ આપતાં પહેલાં ઊર્જાને સ્થિર થવા દો.
૨. સૂચનોને નવા દૃષ્ટિકોણથી જુઓ. સામેવાળી વ્યક્તિ મારી ટીકા કેમ કરે છે? જાત સાથે એવું પૂછવાને બદલે પૂછ કે હું આમાંથી શું શીખી શકું?
૩. ઘરના સેન્ટ્રલ ભાગને મજબૂત બનાવો. એટલે કે તેને ખુલ્લો, હવા-ઉજાશવાળો રાખો. જેથી તમે સૂચનોનો સહજતાથી સ્વીકાર કરી શકશો.
૪. જો તમે લીડર છો તો મીટિંગમાં સૂચનોને આવવા દો. બીજાના વિચારો અને મંતવ્યો આવવા દો. દરેક વ્યક્તિના અવાજને મૂલ્યવાન ગણો.
અને અંતે આટલું મનોમંથન!
છેલ્લે તો તમને મળેલા સૂચનો (Vaastu Vibes) પર ઊંડાણથી વિચાર કરો. જાતને જ પૂછો કે કયું સૂચને તમને આગળ વધવામાં મદદ કરી શકે એમ છે, અને તેને અમલમાં કઈ રીતે મૂકવું? સૌથી અગત્યની બાબત સુસંગતતા છે. કેન્દ્રબિંદુને મજબૂત કરીને તમારી સ્પેસને સુસંગત બનાવો. સહયોગના સામૂહિક કાર્યને ઓળખીને તમારા સમયને સુસંગત બનાવો. સૂચનોને ખુલ્લા દિલથી સ્વીકારીને તમારી ચેતનાને સુસંગત બનાવો. પછી, સૂચનો તમારા જીવનને અજવાશથી ભરી દેશે.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu, Yuen Hom and Sam Hap Style of Feng Shui
Tel (O): +91-9324512864.
Email: consciousvaastu@gmail.com
www.consciousvaastu.com
