જો ઘરમાં કંકાસ હોય તો પતિ કે પત્ની ક્યારેય સુખ પામે નહીં અને પરિવારના અન્ય સભ્યોને ખુશી આપી શકે નહીં. આવા સમયે પતિ-પત્નીના સંબંધોમાં મીઠાશ રહે એ માટેના કેટલાક ઉપાયો વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રોમાં સૂચવ્યા છે, જે પાળવા જોઈએ
પ્રતીકાત્મક તસવીર
દામ્પત્યજીવનમાં જો કડવાશ હોય તો દંપતી પોતે તો સુખી નથી જ રહેતું પણ તેમની સાથે જોડાયેલા અન્ય લોકોનું જીવન પણ દુર્ગમ બની જાય છે. દામ્પત્યજીવનમાં નાનામોટા મતભેદ હોય એ સ્વભાવિક છે અને એ પછી પણ એ મતભેદથી આગળ વધીને પતિ-પત્ની વચ્ચે મીઠાશ અકબંધ રહે અને બન્ને પક્ષ એકબીજાની સાથે સુખેથી રહી શકે એવા કેટલાક અસરકારક રસ્તાઓની વાત આપણે કરવાની છે. આ રસ્તાઓ સરળ છે અને એનું પાલન કરવું દામ્પત્યજીવનમાં પ્રસન્નતા લાવવા માટે હિતાવહ પણ છે.



