ક્રાન્તિકારી વિચારધારા અને તેજાબી વ્યક્તિત્વ માટે જાણીતા સ્વામી સચ્ચિદાનંદનું ભારત સરકારે પદ્મભૂષણ દ્વારા સન્માન કર્યું છે.
ગાંધી (ફાઈલ તસવીર)
હમણાં એક ચુસ્ત અહિંસાવાદીને મળવાનું થયું. એ મહાશય પણ અન્ય અહિંસાવાદીઓ જેવા જ હતા. આ અહિંસાવાદીઓ વારંવાર ગાંધીજીની દુહાઈ આપીને કહેતા રહે છે કે અંગ્રેજોને ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી દેશ બહાર કાઢી દેશ આઝાદ કરાવ્યો. જોકે આ વાત અર્ધસત્ય છે. ગાંધીજીનું અહિંસાનું શસ્ત્ર નહીં, પણ તેમનું ખરું શસ્ત્ર અસહયોગનું હતું. જો પ્રજા શાસક સાથે સતત અસહયોગ કરે તો શાસક શાસન કરી ન શકે, પછી એ અંગ્રેજ હોય કે દેશની સરકાર હોય. ફરી ગાંધીજીના વિષય પર આવીએ તો મારું કહેવું છે કે ગાંધીજીના વિજયમાં સ્વયં ગાંધીજી જેટલા જ અંગ્રેજો પોતે પણ જવાબદાર હતા.



