Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું કહે છે તમારા સિતારાઓ

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું કહે છે તમારા સિતારાઓ

Published : 13 June, 2021 07:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાંચો કેવું રહેશે 12 રાશિઓનુંં આગામી સપ્તાહ, કોને મળી શકે છે સારા સમાચાર

રાશિફળ

રાશિફળ


એરિઝ : આજે આપની લાગણીઓ અને વિચારોની અભિવ્‍યક્તિ બહુ સ્પષ્‍ટ હશે. કોઈ મિત્રને ત્‍યાં જઈને તેની સમક્ષ વિચારો પ્રગટ કરશો. મધ્‍યાહન બાદ આપ ૫રિવાર તરફ વધુ ધ્‍યાન આપશો.


ટૉરસ : પરિવારજનો કે મિત્રો સાથે બહાર લંચ કે ડીનરનું આયોજન કરવા માટે અનુકૂળ દિવસ છે. મોજમજા સાથે સુંદર સ્‍વાદિષ્‍ટ ભોજનનો આસ્‍વાદ માણશો. મધ્‍યાહન બાદ પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાશે.



જેમિની : આજનો દિવસ આપના માટે સારો જણાઈ રહ્યો છે. ગણેશજી કહે છે કે આનંદ માણતી વખતે સમતોલન જાળવવું જરૂરી છે. મિત્રો અને સંબંધીઓ સાથે લાગણીના સૂત્રથી જોડાયેલા રહેશો.


કેન્સર : આજે આપ નાણાકીય બાબતોનો વિચાર કરશો. નવાં વેપારી-સાહસોમાં નાણાં રોકવાની યોજના બનાવો. બપોર ૫છી એવા બનાવ બને જેનાથી આપની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય.

લિઓ : આજે દૃઢતાપૂર્વક આપના વિચારોની અભિવ્‍યક્તિ કરશો. આપ વ્‍યવસાયમાં ફાયદો મેળવવા માટે પ્રયત્‍નો કરશો. જૂનું ઋણ પણ ઉતારી દેશો. આ ૫ગલું આપને માટે લાભદાયી નીવડશે.


વર્ગો : ફોન, પત્રવ્યવહાર કે પ્રત્‍યક્ષ મુલાકાત દ્વારા આપ સ્નેહીજનો, મિત્રોના સં૫ર્કમાં રહેશો. મિત્રોના ઘરે જશો. નિરાંતની પળોમાં મનપસંદ પ્રવૃત્તિઓ કરશો. મનોરંજન કાર્યક્રમમાં આનંદ માણશો.

લિબ્રા : આજે આપ કોઈ મહત્ત્વના સંશોધનકાર્યમાં રોકાયેલા રહેશો. એની માહિતી એકત્રિત કરવામાં ઘણો સમય નીકળી જશે. આ પ્રવૃત્તિમાંથી રાહત મેળવવા આપ ૫રિવારજનો સાથે સમય વિતાવશો.

સ્કૉર્પિયો : આજે કામનું ભારણ હોવાને કારણે આપ માનસિક તનાવ અનુભવશો. આપ કોઈ ખાસ કામમાં વ્‍યસ્‍ત રહેશો. નક્કી કરેલા સમયમાં કામ પૂરું કરવાની જવાબદારી આપને ચિંતા કરાવશે.

સેજિટેરિયસ : વિજાતીય પાત્રોનું સાંનિધ્ય કેળવવાનો શોખ આપના રંગીન મિજાજનો ૫રિચય આપે છે. વિજાતીય પાત્ર સાથે લગ્નગ્રંથિથી જોડાઓ એ જરૂરી નથી. તમે તેના પર પ્રભાવ જરૂર પાડી શકશો.

કેપ્રિકોર્ન : કારકિર્દી માટે ચિંતિત હોય તેવી વ્‍યક્તિઓએ નોકરી-વ્‍યવસાયમાં સાવચેતી રાખવી. આજે આપ કોઈ શુભ ઘટનાની રાહ જુઓ તો એ વ્‍યર્થ છે. જીવનસાથી કે પ્રેમી સાથે ખોટી ચર્ચાઓ ન કરવી.

એક્વેરિયસ : આજનો દિવસ પ્રવાસ ઇચ્છતા લોકો માટે અનુકૂળ છે. જે લોકો વિઝાની અરજી કરવા માગતા હોય તેમના માટે પણ દિવસ હકારાત્મક છે. બપોર ૫છીનો સમય ધ્‍યાન માટે શુભ છે.

પાઇસિસ : આજના અદ્ભુત દિવસે આપ આપની કારકિર્દીમાં સારી પ્રગતિ જોઈ શકશો. આજે નવાં કાર્યોની શરૂઆત કરવા શુભ દિવસ છે. બપોર ૫છી મિત્રો, સગાંસંબંધીઓને મળવાનું થાય.

Whatsapp-channel Whatsapp-channel

13 June, 2021 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK