Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હૃષીકેશમાં ગંગા નદીમાં બેસીને ૩ ટૂરિસ્ટો પી રહ્યા હતા દારૂ: સ્થાનિક લોકોમાં ભારે રોષ

હૃષીકેશમાં ગંગા નદીમાં બેસીને ૩ ટૂરિસ્ટો પી રહ્યા હતા દારૂ: સ્થાનિક લોકોમાં ભારે રોષ

Published : 21 June, 2026 08:47 AM | IST | Rishikesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગંગા નદી લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને આવા વર્તનને સહન કરવામાં આવશે નહીં

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


હૃષીકેશનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ૩ ટૂરિસ્ટો ગંગા નદીના છીછરા પાણીમાં એક ખડક પર બેસીને દારૂ પીતા જોવા મળી રહ્યા છે. આ વિડિયોને કારણે લોકોમાં રોષ ફેલાયો છે. ધાર્મિક શ્રદ્ધા અને પવિત્રતાનું પ્રતીક ગણાતા ગંગાકિનારે આવી પ્રવૃત્તિઓ પર લોકોએ સોશ્યલ મીડિયા પર પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. આ દૃશ્ય જોતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકોએ તેમને પહેલાં બોલાવ્યા હતા અને પછી ભારે ઠપકો આપ્યો હતો. આ વિડિયોમાં કેટલાક સ્થાનિક લોકો તેમને ‘શું આ દારૂ પીવાની જગ્યા છે?’ જેવા પ્રશ્નો પૂછતા જોવા મળ્યા હતા.

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગંગા નદી લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને આવા વર્તનને સહન કરવામાં આવશે નહીં. સ્થાનિક યુવાનોએ દારૂડિયાઓને ગંગાનું ધાર્મિક મહત્ત્વ સમજાવીને કહ્યું હતું કે ગંગામાં બેસીને દારૂ પીવો એ પાપ છે; દેવભૂમિમાં પ્રવાસીઓનું સ્વાગત છે, પરંતુ કોઈને પણ એના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સાથે ચેડાં કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. યુવાનોની ચેતવણી પછી ત્રણેય ટૂરિસ્ટોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને જતા રહ્યા હતા. આ ઘટના તપોવન, ટિહરી કે પૌડીના લક્ષ્મણઝૂલા વિસ્તારમાં બની હતી એ હજી સ્પષ્ટ નથી.



વારાણસીમાં ગંગા ઘાટ પર આવો કેસ
વારાણસીમાં ગંગા નદીની વચ્ચે એક બોટ પરની દારૂ-પાર્ટીનો વિડિયો વાઇરલ થયાના થોડા દિવસો બાદ આ ઘટના બની છે. લોકોએ એ ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પ્રશાસન પાસેથી કડક કાર્યવાહીની માગણી કરી હતી. હાલમાં હૃષીકેશના આ વાઇરલ વિડિયો વિશે પોલીસ કે પ્રશાસન દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ પહેલાં માર્ચની શરૂઆતમાં વારાણસીમાં ગંગામાં માંસાહારી ખોરાક ફેંકવા બદલ ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 08:47 AM IST | Rishikesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK