Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 29 March, 2026 07:13 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
એવી આદતો છોડી દો જે હવે કામની નથી અથવા તમારા માટે જરૂરી નથી. જરૂર પડે ત્યારે બોલો, પરંતુ એનાં પરિણામોથી વાકેફ રહો. જે લોકો જીવનશૈલીમાં કોઈ ફેરફાર કરવા માગે છે તેમને શિસ્તબદ્ધ રહેવામાં મુશ્કેલી પડી શકે છે. કારકિર્દીમાં કોઈ પણ આયોજિત ફેરફાર કરવા માટે આ સારો સમય છે, પરંતુ જ્યાં સુધી એ પૂરો ન થાય ત્યાં સુધી એના વિશે વાત કરશો નહીં. 

જીવનસાથી તરીકે એરીઝ
સ્વયંસ્ફુરિત અને ક્યારેક આવેગજન્ય, એરીઝ જાતકોને એવા જીવનસાથીની જરૂર હોય છે જે તેમની સાથે તાલમેલ રાખી શકે અને તેમને ઇચ્છા મુજબની સ્વતંત્રતા આપી શકે. તેમની પ્રામાણિકતા ક્યારેક કેટલીક ગેરસમજણો પેદા કરી શકે છે, કારણ કે તેઓ ડિપ્લોમસીમાં માનતા નથી અને જો તેઓ કંઈક ઇચ્છે તો ખૂબ આક્રમક બની શકે છે. જોકે એક વાત ચોક્કસ છે કે આ રાશિના જાતકો સાથેનું જીવન ક્યારેય કંટાળાજનક ન હોઈ શકે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


ભલે મુશ્કેલ વિકલ્પ હોય, છતાં સભાનપણે યોગ્ય કાર્ય કરવાનો નિર્ણય લો. વિદેશમાં રહેતા કોઈ પણ મિત્રો સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરો.
હેલ્થ ટિપ : હૉર્મોનલ સમસ્યાથી પીડાતા લોકોએ દવામાં ફેરફાર કરવા માટે તેમના ડૉક્ટરની સલાહ લેવાની જરૂર પડી શકે છે. ઍલર્જીનું કારણ બને એવી કોઈ પણ વસ્તુથી દૂર રહો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


કોઈ પણ વાટાઘાટો અથવા મહત્ત્વપૂર્ણ વાતચીતમાં સ્પષ્ટતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કોઈ પણ ધ્યેય પર કામ કરતી વખતે સરળ રસ્તો ન અપનાવો.
હેલ્થ ટિપ : જો તમે અતિશય તનાવ અનુભવો છો તો તમારા માટે થોડો સમય કાઢો. એવો ખોરાક ખાવાનું ટાળો જે તમને ખબર હોય કે એ તમને ગમતો નથી.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિને શાંત અને ફોકસ્ડ રહીને હૅન્ડલ કરો. આવેગમાં અથવા જૂની આદતોથી નિર્ણયો લેવાનું ટાળો. 
હેલ્થ ટિપ : નાની આદતો તમારા સ્વાસ્થ્ય અને ઊર્જાના સ્તર પર સંચિત અસર કરશે. ખાતરી કરો કે તમે ફક્ત લાયક વ્યક્તિ પાસેથી જ તબીબી સલાહ મેળવો છો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કંટાળો અને વિચલિતતા અનુભવતા હો તો પણ કામ પર શ્રેષ્ઠ પ્રયાસ કરો. મુસાફરી કરતી વખતે કીમતી વસ્તુઓનું ધ્યાન રાખો અને બિલ ચૂકવતાં પહેલાં બે વાર તપાસો.
હેલ્થ ટિપ : એવા મિત્રોથી દૂર રહો જે તમને સકારાત્મક હેલ્થ પસંદગી કરવામાં ટેકો આપતા નથી. ખાતરી કરો કે તમને પૂરતી આરામદાયક ઊંઘ મળે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જો તમે પડકારને હૅન્ડલ કરવાની રીત બદલવા તૈયાર હો તો દરેક પડકારનો એક ઉકેલ હોય છે. બૉસ અને સિનિયર્સ સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહો.
હેલ્થ ટિપ : તમારા ભોજનના સમયને ધ્યાનમાં રાખીને નિયમિત ટાઇમટેબલ બનાવવાનો પ્રયાસ કરો. હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા લોકોએ પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં તનાવમાં આવવાને બદલે વ્યવહારુ પગલાં લેવાનો વિચાર કરો. પોતાનો બિઝનેસ ધરાવતા ઉદ્યોગપતિઓ માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : કોઈ પણ નાની સ્વાસ્થ્ય-સમસ્યા વધુ ખરાબ થાય એ પહેલાં એનું ધ્યાન રાખો. સંવેદનશીલ પાચનતંત્ર ધરાવતા લોકોએ તેઓ શું ખાય છે એ અંગે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

પાછળથી પસ્તાવો થાય એવી કોઈ પણ આવેશમય વાત કહેવાનું ટાળો. કામમાં ટાઇમલાઇનનું પાલન કરો અને શક્ય એટલા કાર્યક્ષમ બનવાનો પ્રયાસ કરો.
હેલ્થ ટિપ : લાઇફસ્ટાઇલમાં નાના ફેરફારો કરો જે સમય જતાં પરિણામો બતાવશે. સંવેદનશીલ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

બહુવિધ જવાબદારીઓ અથવા પ્રોજેક્ટ્સને સ્પષ્ટતા અને કાર્યક્ષમતા સાથે સંભાળો. પોતાનો વ્યવસાય ધરાવતા ઉદ્યોગપતિઓ માટે આ પૉઝિટિવ સમય છે.
હેલ્થ ટિપ : સ્વાસ્થ્યની સમસ્યા માટે કોઈ પણ સારવારને અસર થવામાં થોડો સમય લાગી શકે છે. જન્ક-ફૂડ ખાવાનું ટાળો અને એને બદલે સ્વસ્થ વિકલ્પો અપનાવો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમે જે કહો છો એના પ્રત્યે સચેત રહો અને અન્ય લોકોની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ રહેવાનું યાદ રાખો. જટિલ નાણાકીય નિર્ણયો લેવાનું ટાળો.
હેલ્થ ટિપ : લાઇફસ્ટાઇલમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં એ વિશે જરૂરી બધી માહિતી મેળવો. ગમે એટલી પડકારજનક લાગે તો પણ શિસ્તબદ્ધ ફિટનેસ રૂટીનને વળગી રહો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જો તમારે કોઈ નવા પ્રોજેક્ટ અથવા ક્લાયન્ટ માટે તૈયારી કરવાની જરૂર હોય તો ખાતરી કરો કે તમે સંપૂર્ણપણે તૈયાર છો. સિંગલ લોકોએ જટિલ સમીકરણોમાં ફસાવાનું ટાળવું જોઈએ.
હેલ્થ ટિપ : ભલે ક્યારેક પડકારજનક હોય તો પણ તમારા આહારમાં શિસ્ત રાખો. લાઇફસ્ટાઇલમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં તમે શું કરી રહ્યા છો એ સમજો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

પરિણામ બાબતે અનિશ્ચિત હોય એવો કોઈ નિર્ણય લેવાની જરૂર હોય તો તમારી પાસે રહેલી બધી માહિતીનો ઉપયોગ કરો. પડકારજનક નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થવો જોઈએ.
હેલ્થ ટિપ : જો તમે કોઈ પણ આદતો સુધારવા અથવા બદલવા માગતા હો તો કન્સિસ્ટન્સી જરૂરી છે. બહાર ખાતી વખતે સાવચેત રહો અને મસાલેદાર અને તીખો ખોરાક ટાળો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ પણ અટવાયેલી પરિસ્થિતિમાં સુધારો કરો અને તમે એને શ્રેષ્ઠ રીતે કેવી રીતે હૅન્ડલ કરવી એ સમજી શકશો. સિંગલ લોકો હાલમાં ડેટિંગથી દૂર રહેવાનું પસંદ કરી શકે છે.
હેલ્થ ટિપ : જેમને છાતી અથવા ફેફસાંની સમસ્યા છે તેમણે પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે. ખૂબ વ્યસ્તતામાં લાઇફસ્ટાઇલને સંતુલિત કરવાનો પ્રયાસ કરો. 

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 07:13 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK