આ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજમાં વાહનો સાથે ઘણા શંકાસ્પદ લોકો કેદ થયા છે તેમને ઓળખવાના પ્રયાસો ચાલુ છે.
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટના ચારકોપમાં ગૅસ-સિલિન્ડરના ડિલિવરી ટેમ્પોમાંથી બુધવારે રાતે પાંચ ભરેલાં અને બાવીસ ખાલી સિલિન્ડર એમ કુલ ૨૭ LPG સિલિન્ડર ચોરાઈ ગયાં હતાં. આ સંદર્ભે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ડિલિવરીમૅન નંદકુમાર રામરાજ સોનીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે બુધવારે તેના ઘર નજીક કાકા કેની ચોક ખાતે સિલિન્ડરથી ભરેલો પોતાનો ટેમ્પો પાર્ક કર્યો હતો. ગુરુવારે જ્યારે તે પાછો ફર્યો ત્યારે ટેમ્પોના દરવાજાનો કાચ તૂટેલો હતો અને પાછળનું લૉક પણ તૂટેલું હતું. ટેમ્પોમાંથી તમામ ૨૭ ગૅસ-સિલિન્ડર જેમાં પાંચ ભરેલાં અને બાવીસ ખાલી હતાં એ ચોરાઈ ગયાં હતાં. ચારકોપ પોલીસ-સ્ટેશનના ઑફિસરે જણાવ્યું હતું કે ‘ગૅસ-સિલિન્ડરની આ ચોરીમાં સામેલ લોકોને શોધવા માટે અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે. આ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજમાં વાહનો સાથે ઘણા શંકાસ્પદ લોકો કેદ થયા છે તેમને ઓળખવાના પ્રયાસો ચાલુ છે.’
