Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પૅરા-શૉટ પુટ ઇવેન્ટમાં બે આર્મીમેને ભારત માટે જીત્યો ગોલ્ડ અને સિલ્વર

પૅરા-શૉટ પુટ ઇવેન્ટમાં બે આર્મીમેને ભારત માટે જીત્યો ગોલ્ડ અને સિલ્વર

Published : 02 August, 2026 09:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના સોમન રાણા અને શુભમ જુયાલે કૉમનવેલ્થ ગેમ્સ 2026ની F57 પૅરા શૉટ પુટ સ્પર્ધામાં અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને દેશને ઐતિહાસિક સફળતા અપાવી. બંને ભારતીય સેનાના બહાદુર જવાનો છે.

સોમન રાણા અને શુભમ જુયાલ

સોમન રાણા અને શુભમ જુયાલ


કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખાતાનો ૨૯મો અને ૩૦મો મેડલ પૅરા-શૉટ પુટ ઇવેન્ટમાંથી આવ્યો હતો. F57 કૅટેગરી એટલે કે શરીરના નીચલા અંગોમાં ક્ષતિ ધરાવતા ખેલાડીઓ બેસીને રમી શકે એવી ઇવેન્ટ. આ ઇવેન્ટમાં ભારતના સોમન રાણાએ ૧૩.૪૦ મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ અને શુભમ જુયાલે ૧૩.૨૮ મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. કૉમનવેલ્થ ગેમ્સની આ ઇવેન્ટમાં ભારતને પહેલી વખત ગોલ્ડ મેડલ મળ્યો અને એના બે ખેલાડીઓ એકસાથે પોડિયમ પર રહ્યા. આ બન્ને આધેડ ઉંમરના ખેલાડીઓ ભારતીય સેનાના બહાદુર સૈનિકો છે. ૪૨ વર્ષનો સોમન રાણા ભારતીય સેનામાં હવાલદાર છે. તેનો જન્મ મેઘાયલના ખેડૂત પરિવારમાં થયો હતો. તે ૨૦૦૧માં ભારતીય સેનામાં જોડાયો હતો. ૨૦૦૬માં જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ગોરખા રાઇફલ્સ સાથે તૈનાત હતો ત્યારે ખાણવિસ્ફોટને કારણે થયેલી ઇન્જરીને કારણે તેનો એક પગ કાપી નાખવો પડ્યો હતો. ૨૦૧૭થી આર્મીના પ્રોગ્રામની મદદથી તેણે પૅરા-સ્પોર્ટ્‍સમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. તેણે ૨૦૨૩માં એશિયન પૅરા-ગેમ્સમાં સિલ્વર મેડલ અને ૨૦૨૫માં નવી દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ પૅરા-ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ૩૦ વર્ષનો શુભમ જુયાલ આર્મી ઑફિસરનો દીકરો હતો. ૨૬ વર્ષની ઉંમરે કૅડેટ પરીક્ષા પાસ કર્યા પછી શસ્ત્ર સીમા બલના ઇન્ટરવ્યુ માટે જતા સમયે તેનો મોટરસાઇકલ અકસ્માત થયો અને તેણે એક પગ ગુમાવ્યો. સ્વસ્થ થયા પછી તે ભારતીય સેનાના પૅરાલિમ્પિક્સ પ્રોગ્રામમાં જોડાયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK