Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 06 April, 2025 08:04 AM | Modified : 07 April, 2025 07:06 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય તો
ઘરની પરિસ્થિતિ પર તમારે ધ્યાન આપવાની જરૂર પડી શકે એમ છે. તમે ઇચ્છતા હો એવું પરિણામ લાવવા માટે ક્લૅરિટીની જરૂર છે. તમારી યોજનાઓ અને વિચારોને તમારી પાસે રાખો, કારણ કે દરેક વ્યક્તિ ન ઇચ્છતી હોય કે તમારું સારું થાય, સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકવા વિશે કાળજી રાખો. જેઓ સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં ફેરફાર કરવા માગે છે તેમણે શિસ્તબદ્ધ રહેવાની જરૂર છે.


જીવનસાથી તરીકે એરીઝ
તેઓ સાહસિક, હિંમતવાન અને સ્વતંત્ર છે. તેઓ એવું લગ્ન બનાવે છે જે સ્વયંભૂ છે, તેઓ થોડા વધુપડતા સ્પર્ધાત્મક બનવાનું વલણ ધરાવે છે પણ એમાં ક્યારેક મુશ્કેલી સર્જાઈ શકે છે. તેઓ પ્રામાણિક હોય છે અને ક્યારેક દુઃખદાયક બનવાની હદ સુધી જઈ શકે છે. જો તેઓ ડિપ્લોમૅટિક નહીં બને તો તેઓ રોષનું કારણ બની શકે છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


જો તમારી પાસે કોઈ ખાસ ધ્યેય હોય તો નાની દેખાતી અને મહત્ત્વની ન લાગતી આદતો પણ તમારી પ્રગતિને અવરોધી શકે છે. કામના સ્થળે વ્યક્તિગત બાબતો વિશે વાત કરવાનું ટાળવું જરૂરી છે.
જીવન ટિપઃ નાની-નાની વસ્તુઓ માટે પણ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાનું રાખો. જીવનમાં તમે પડકારોનો સામનો કરી રહ્યા હો તો પણ આ નાની-નાની ચીજો શાંતિ અને સંતોષ લાવી શકે છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


જો તમે નવા લોકોને મળવા માગતા હો તો તમારા સોશ્યલ નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરો. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને કંઈક નવું શીખવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
જીવન ટિપઃ તમને સો ટકા ખાતરી ન હોય એમ છતાં તમારામાં શક્તિ લાવીને નિર્ણયો લો. તમે પોતાની શરતો પર જીવી શકો છો. તમને જે સાચું લાગે એ પ્રમાણે તમે કરો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

તમે જે ઇચ્છો છો એના પર જ ધ્યાન આપો, કારણ કે તમારી ધારણા કરતાં કંઈક અલગ બની શકે છે. કોઈ પણ હૉર્મોનલ સમસ્યા હોય તો તાત્કાલિક સારવાર લો અને જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કરો.
જીવન ટિપઃ તમારું જીવન સરળ બનાવો અને જે તમારા લક્ષ્યને સમર્થન આપતું નથી એવાં કામ છોડી દો. જે કામ લાગે છે એને રાખો અને બાકીનાંને છોડી દો, જીવનને સરળ બનાવવાનો આ સૌથી ઝડપી રસ્તો છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો સૌથી પહેલાં એ ખાતરી કરી લો કે તમારી પાસે એ બાબતની તમામ માહિતી છે. ઘરનાં કામ અને કસરત કરતી વખતે લોઅર બૅકનું ધ્યાન રાખો.
જીવન ટિપઃ તમે શું ઇચ્છો છો એ વિશે સ્પષ્ટ રહો અને એ મેળવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરો. જે ચીજો જરૂરી નથી એનાથી તમે મનને વિચલિત ન થવા દો. જે કામનું નથી એના પર સમય વ્યર્થ ન કરો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જીવનની દરેક ક્ષણનો આનંદ લો, જીવન પૂર્ણ રીતે જીવો. ભૂતકાળને ભૂલી જાઓ અને એનો ભાર તમારા પર ન આવવા દો. કાર્યસ્થળે નાની-નાની બાબતો પર ધ્યાન આપો.
જીવન ટિપઃ તમે મંજૂરી આપશો તો તમારા જીવનમાં એક નવા ચક્રની શરૂઆત થશે. તમારા કોઈ પણ ડરનો સામનો કરો, નવેસરથી શરૂઆત કરવા તૈયાર રહો. એ બધું શ્રેષ્ઠ રીતે કાર્ય કરશે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

બીજાઓની સલાહને નમ્રતાથી સાંભળો પણ તમારું હૃદય શું કહે છે એના પર ધ્યાન આપો. તમારાં સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરો, કદી મોટાં સ્વપ્ન જોવામાં ડરશો નહીં.
જીવન ટિપઃ તમે હંમેશાં ત્યાં છો જ્યાં તમારે રહેવાની જરૂર છે. ક્યારેક એવું બને કે આગળનો માર્ગ સ્પષ્ટ ન પણ હોય. મુસાફરીનો આનંદ લો, આખરે એક સમયે તમે મંઝિલ પર પહોંચવાના જ છો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

કોઈના વિશે કંઈ પણ ખરાબ બોલતાં પહેલાં વિચારો અને વાતચીત દરમ્યાન લાગણીઓને તમારા પર હાવી થવા દેશો નહીં. સલામત અને પરંપરાગત રોકાણને વળગી રહો, ખોટા ખર્ચા કરવાનું ટાળો.
જીવન ટિપઃ ભવિષ્યની કોઈ ખાતરી ન હોય છતાં સતત આગળ વધતા રહો. કદાચ વસ્તુઓ અલગ રીતે સામે આવે. સફળતા માટે ક્યારેક જીવનમાં બદલાવ માટે પણ તૈયાર રહો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

લાંબા ગાળાને વિચારીને જ નિર્ણયો લેવાનું રાખો. જે લોકો સિંગલ છે તેમના માટે આ સકારાત્મક સમય છે. લોકોને હળો, મળો અને નવા લોકોને મળવાનું રાખો.
જીવન ટિપઃ દરેક નવી યાત્રાની શરૂઆત એક પગલાથી થાય છે. તમને લાગે છે કે તમે તૈયાર નથી, પણ હવે નવી શરૂઆત કરવાનો સમય છે. જેનાથી પરિચિત છો એ માર્ગે આગળ વધો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

બદલાતા સંજોગોમાં તમે ખૂબ વ્યસ્ત હો એમ છતાંય સંતુલિત જીવન જીવવાની આદત રાખો. સ્વરોજગાર ધરાવતા લોકો અને બિઝનેસમેન માટે આ સમય ઘણો સારો છે.
જીવન ટિપઃ તમે વિશ્વાસ કરો કે ન કરો, એક ઉચ્ચ શક્તિ તમારા જીવનનું માર્ગદર્શન કરી રહી છે. એ શું આપે છે એને ખુલ્લા હૃદય અને શાંત આનંદ સાથે સ્વીકારી શકાય એવા નિર્ણયો લો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમને ચોતરફ સ્પર્ધાત્મક પરિસ્થિતિ દેખાશે, પણ એનાથી આગળનું વિચારો. તમે તમારા નેટવર્કને વિસ્તારિત કરો અને નવી સ્ક‌િલ શીખવા માગતા હો તો આ સારો સમય છે.
જીવન ટિપઃ જીવનના આ તબક્કે હાલની ક્ષણે શું જરૂરી છે એના પર ધ્યાન આપો. જો તમે જૂના વિચારો અને વિચારસરણીને છોડી દેવા તૈયાર હો તો તમને સાચી હકીકતની જાણ થશે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

યોજના વિના કામ કરવા કે બિનજરૂરી ખર્ચા કરવાના બદલે તમારાં સંસાધનોનું યોગ્ય રીતે સંચાલન કરવા પર ધ્યાન આપો. કોઈ પણ કાયદાકીય પરિસ્થિતિમાં પડવાનું ટાળી દેવું જોઈએ.
જીવન ટિપઃ તમે જેનો જવાબ શોધી રહ્યા છો એ તમારી અંદર છે, એને સાંભળવા માટે તમારે મનને શાંત રાખવાની જરૂર છે. ગમેતેવી પરિસ્થિતિ આવે, તમે શાંત રહો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

જે સત્ય છે એ જ કરો, મુશ્કેલ સવાલોના જવાબ આપવાનું ટાળવા માગતા હો તો સત્યવાદી બનો. તમારી તબિયત પર ધ્યાન આપો, બરાબર ઊંઘ મળે એની ખાતરી કરો. 
જીવન ટિપઃ તમે ક્યાં છો એ જોવા માટે તમારે પાછળ હટવું પડે તો એમ કરો, કારણ કે ઘણી વાર એમ કરવું પડે છે. જીવનનો માર્ગ તમારો છે, એમાં કોઈ પૅટર્નનું પાલન કરવાની જરૂર નથી.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2025 07:06 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK