ન્યુ યૉર્કના મૅનહટન શહેરમાં સ્ટીનવે ટાવરના ટોચના ચાર માળ એટલે કે ૮૦થી ૮૩મા માળનું પૅન્ટહાઉસ અત્યારે વેચાવા નીકળ્યું છે. પાંચ બેડરૂમ, છ બાથરૂમનું ૧૧,૪૮૦ સ્ક્વેરફુટનું ઇન્ટીરિયર અને ૬૧૮ સ્ક્વેરફુટની ટેરેસ વેચાવા નીકળ્યાં છે.
સ્ટીનવે ટાવર
વિશ્વની સૌથી પાતળી અને ઊંચી ઇમારત ન્યુ યૉર્કના મૅનહટન શહેરમાં સ્ટીનવે ટાવર છે. ૮૩ માળના આ બિલ્ડિંગના ટોચના ચાર માળ એટલે કે ૮૦થી ૮૩મા માળનું પૅન્ટહાઉસ અત્યારે વેચાવા નીકળ્યું છે. પાંચ બેડરૂમ, છ બાથરૂમનું ૧૧,૪૮૦ સ્ક્વેરફુટનું ઇન્ટીરિયર અને ૬૧૮ સ્ક્વેરફુટની ટેરેસ વેચાવા નીકળ્યાં છે. એની કિંમત છે ૧૧૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૯૪૦ કરોડ રૂપિયા. ન્યુ યૉર્કના અબજોપતિઓના અડ્ડામાં આ સૌથી મોંઘું પેન્ટહાઉસ છે.

