Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 09 February, 2025 07:36 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
તમારા મતાનુસાર જે ફેરફાર કરવાની જરૂર લાગે એ કરજો અને તમને અવરોધક બનતી હોય એવી તમામ બાબતને જતી કરજો. જેમને સંતાનપ્રાપ્તિ માટે તબીબી ઉપચારની જરૂર હશે તેમની સામે થોડી મુશ્કેલી ઊભી થશે. તમારા જીવનમાં મહત્ત્વપૂર્ણ હોય એવી વ્યક્તિઓ જોડે, ખાસ કરીને તમે કોઈની અવગણના કરતા હો એવી વ્યક્તિઓ સહિતની મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ જોડે સંવાદનો સેતુ ટકાવી રાખજો. નવો સંપર્ક અમૂલ્ય બની શકે છે. 


ઍક્વેરિયસ જાતકોની અજાણી બાજુ
આ જાતકો કોઈ પણ કારણ વગર બળવાખોરી કરવા લાગી જનારાં હોય છે. ખાસ કરીને તેઓ સત્તાધીશો સાથે નડી જતાં હોય છે. તેઓ માનવતાવાદી અભિગમ ધરાવે છે, પરંતુ એમ કરવામાં ક્યારેક તેમની સૌથી વધુ જેમને જરૂર હોય છે એવા પરિવાર તરફ દુર્લક્ષ કરી બેસે છે. તેઓ હંમેશાં પરિવર્તન ઇચ્છતાં હોય છે. આ જ કારણ છે કે તેમની સાથે કામ લેવામાં ઘણી તકલીફ પડી શકે છે અથવા તો તેઓ શું કહેશે-કરશે એ કળી શકાતું નથી. ઍક્વિરિયસ જાતકો પોતાની ખરી લાગણીઓને છુપાવી રાખનારાં હોય છે. પરિણામે, તેમના સંબંધોમાં ઘર્ષણ નિર્માણ થઈ શકે છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


કોઈ પરિસ્થિતિ વિશે તમને સ્પષ્ટતા થતી ન હોય અથવા તો એમાં સંકળાયેલા લોકો બાબતે તમે શંકા ધરાવતા હો તો એનો હલ લાવવા માટે ઉતાવળ કરતા નહીં. પોતાનાં લક્ષ્યો બાબતે સ્પષ્ટતા રાખજો.
જીવનસુધાર માટે સૂચન : સ્મૃતિઓ મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ એને લીધે તમે ભૂતકાળમાં જ રહ્યા કરો એવું યોગ્ય નથી. ભૂતકાળમાં શીખવા મળેલા બોધપાઠનો વર્તમાનમાં ઉપયોગ કરજો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


હંમેશાં વાણી-વ્યવહારમાં સમતુલા જાળવજો અને લાગણીઓથી દોરવાઈ જતા નહીં. જેમના પર પૂરેપૂરો વિશ્વાસ મૂકી શકાય એવી વ્યક્તિ પાસેથી જ સલાહ લેજો.
જીવનસુધાર માટે સૂચન : સામે આવેલી તકોનો મહત્તમ ઉપયોગ કરી લેજો અને તમારા મતાનુસાર જે પર્ફેક્ટ ન હોય એના પર લક્ષ આપતા નહીં. જો તમે સમજી-વિચારીને નિર્ણયો લેશો તો ભૂતકાળનું પુનરાવર્તન નહીં થાય.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

મોટી કંપનીમાં કામ કરનારાં જાતકોએ તમામ સત્તાવાર નિયમો અને શિષ્ટાચારનું પાલન કરવામાં કોઈ બાંધછોડ કરવી નહીં. તમામ નિયમોનું પાલન તમારા ફાયદામાં રહેશે. જીવનસાથી કે ભાગીદાર જોડે ઝઘડો કરતા નહીં.
જીવનસુધાર માટે સૂચન: અંગત તથા વ્યાવસાયી જીવનમાં સ્થિરતા લાવવા પર લક્ષ આપજો. પડકારભરી પરિસ્થિતિઓનો પરિપક્વતા રાખીને સામનો કરજો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમારા માટે ઉપયોગી ન હોય એવી પરિસ્થિતિને જતી કરજો અને જે સંજોગો ધીમે-ધીમે આગળ વધી રહ્યા હોય એમાં ધીરજ રાખજો. કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં એ વિચારી લેજો કે તમે ખરેખર શું ઇચ્છો છો. 
જીવનસુધાર માટે સૂચન: તમને કોઈ સહેલો રસ્તો અપનાવવાનું મન થઈ જાય તોપણ જીવનમાં પ્રામાણિકતા અને શિસ્ત જાળવી રાખજો. જે કંઈ કરો એમાં ઉત્તમ પ્રયાસ કરજો, પછી એ બાબત ભલે ઘણી નાની હોય.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમારે હવે શું અલગ રીતે કરવાનું છે એ જાણવા માટે ભૂતકાળનો સંદર્ભ લેજો. નાણાકીય બાબતોમાં ગૂંચવાઈ ગયેલાં જાતકોએ રોકાણોમાં વધારે ફેરફાર કરવાનું ટાળવું.
જીવનસુધાર માટે સૂચન : પોતાની શક્તિઓનો ઉપયોગ કરવા લાગજો અને જરૂર પડ્યે આગેવાની લેવા લાગજો. જીવનમાં આવનારી દરેક પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે તમે સક્ષમ છો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં માહિતી ભેગી કરવાની જરૂર હોય તો જરા ઊંડાણપૂર્વક વિચાર કરજો. પાચનશક્તિ નબળી હોય તેમણે બહારની ખાણીપીણીમાં ધ્યાન રાખવું, નહીંતર પેટની તકલીફો થઈ શકે છે. 
જીવનસુધાર માટે સૂચન : જીવનના દરેક પાસામાં સ્થિરતા જાળવવા પર લક્ષ આપજો અને દરેક પાસાને આવશ્યક પ્રાથમિકતા આપજો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

હાલ બિનજરૂરી જોખમો લેવા માટે યોગ્ય સમય નથી, કારણ કે તમારી આસપાસના લોકોના છુપા ઇરાદા હોઈ શકે છે. વરિષ્ઠ નાગરિકોએ સંતુલન જાળવવા પર ખાસ ધ્યાન આપવું, કારણ કે પડી જવાને લીધે હાનિ થવાનું જોખમ છે.
જીવનસુધાર માટે સૂચન : તમારો દિવસ હેમખેમ રીતે પસાર થાય અને તમે સમયનો સદુપયોગ કરી શકો એ માટેના નાના-નાના રસ્તાઓ શોધવા પર ધ્યાન આપજો. તમારા કાબૂમાં ન હોય એવી દરેક બાબતને જવા દેજો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ પણ પડકાર ઊભો થાય તો શિસ્તબદ્ધ અભિગમ અપનાવજો અને એને વળગી રહેજો. પરિવારજનો અને મિત્રો સાથે બિનજરૂરી ભાવનાત્મક ચર્ચાઓ કે દલીલો કરવાનું ટાળજો.
જીવનસુધાર માટે સૂચન : દરેક પરિસ્થિતિને આદર્શ રીતે જોવાને બદલે વાસ્તવવાદી દૃષ્ટિએ જોવાનું રાખજો. હવાઈ કિલ્લાઓથી કોઈ મોટાં કામો પાર નથી પડતાં. દરેક જણ તમારા અભિપ્રાય સાથે સહમત નહીં થાય એ યાદ રાખજો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈ પણ લેખિત સંદેશનો જવાબ લેખિતમાં આપવાનો હોય તો વિશેષ સાચવજો. ખાણીપીણીમાં નાના ફેરફારો પણ લાંબા ગાળે મોટો ફરક લાવી શકે છે. 
જીવનસુધાર માટે સૂચન : શાંતિપૂર્ણ જીવન જીવવા પર ધ્યાન આપજો અને બીજા લોકોના ઝઘડા-ટંટાથી દૂર રહેવાનો પ્રયાસ કરજો. તમારા માટે જેમને ખરેખર કાળજી હોય એવા લોકો સાથે રહેવાનું પસંદ કરજો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમારું લક્ષ્ય સ્પષ્ટ ન હોય એવી સ્થિતિમાં પ્રવાહની સાથે રહેજો. વિરોધ કરવાનો મતલબ નથી. નાની-નાની દરેક વિગત પર લક્ષ આપજો, કારણ કે આખરે એ નાની-નાની વાતો જ ઘણી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 
જીવનસુધાર માટે સૂચન : બધે પૈસા આપવાથી કામ ચાલતું નથી અને બધે આર્થિક દૃષ્ટિએ જોવાનું પણ ચાલતું નથી. જીવનમાં સંતુલન લાવવા માટે ભાવનાત્મક બાબતો પર પણ લક્ષ આપજો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જેમનો રોજિંદો ક્રમ નિશ્ચિત ન હોય એવાં જાતકોએ કામકાજમાં પસાર થતા સમયનો જ સારામાં સારો ઉપયોગ કરી લેવો. તમારી આકરી મહેનતનું મૂલ્ય કોઈને ઘટાડવા દેતા નહીં.
જીવનસુધાર માટે સૂચન : પ્રામાણિકતા અને શિસ્ત રાખીને કામ કરજો. કોઈ શૉર્ટકટ અપનાવતા નહીં, પછી ભલે એના વિશે કોઈને ખબર પડવાની ન હોય. તમારા ભાગે આવેલું  દરેક કામ ઉત્તમ રીતે કરજો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ એક પ્લાન નક્કી કરી રાખવો, પરંતુ જો કોઈ વાટાઘાટ કરી રહ્યા હો તો એમાં ફ્લેક્સિબલ રહેજો. જેમને વાયુની તકલીફ રહેતી હોય તેમણે પોતાની થોડી વધુ કાળજી રાખવી.
જીવનસુધાર માટે સૂચન : દરેક નકારાત્મક વિચારને તિલાંજલિ આપજો અને ભૂતકાળમાંથી શીખવા મળેલા બોધપાઠ વર્તમાનમાં વાપરજો. ઘરમાં પ્રસન્નતા જળવાઈ રહે એ માટે વિશેષ પ્રયાસ કરજો.

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2025 07:36 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK