Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > વૃષભ (બ,વ, ઉ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વૃષભ (બ,વ, ઉ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

Published : 21 October, 2025 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિક્રમ સંવત ૨૦૮૨ વૃષભ (બ,વ, ઉ)નું કેવું જશે એ વાંચો અહીં

વૃષભ

વૃષભ


વૃષભ (બ,વ, ઉ)

स्थिरगतिं सुमतिं कमनीयतां कुशलतां हि नृणामुपभोगताम् । 
वृषगतो हिमगु र्भृशमादिशेत् सुकृतितः कृतितश्च सुखानि च ।।



વૃષભ રાશિમાં ચંદ્ર હોય ત્યારે જન્મ લેનારો જાતક સ્થિર ગતિવાળો, બુદ્ધિમાન, સુંદર, કાર્યોમાં કુશળ, પરોપકારી, પુણ્ય અને સત્કાર્યો કરનારો અને હંમેશાં સુખી હોય છે. 


સારાનરસા અનુભવો અને જીવનની તમામ ચડતી-પડતી સાથે આ વર્ષ પૂરું કર્યા પછી, આવનારું આ વર્ષ તમને નવી શક્તિ, સામર્થ્ય આપે એવી શુભેચ્છા. આ વર્ષે તમારા પરિવાર અને મિત્રો સાથેના તમારા સંબંધો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. જ્યારે તમારી સિદ્ધિઓ તમારા પરિવારજનો સાથે ઊજવવામાં આવે છે ત્યારે તમારો વાસ્તવિક વિકાસ થાય છે. એ ફક્ત આધારસ્તંભ તરીકે નહીં પરંતુ માર્ગદર્શક દીવાદાંડી તરીકે તમારા જીવનનો ભાગ હોવી જોઈએ. તમારે પોતાની જાતને પ્રેરિત રાખવા માટે ઘણુંબધું બદલવાનું રહેશે. પારિવારિક શાંતિ એક સિદ્ધિ છે જેની ઉજવણી આપણે ભાગ્યે જ કરીએ છીએ પરંતુ બહારની દુનિયામાં પ્રવર્તતી અરાજકતા વચ્ચે આત્મનિરીક્ષણ માટે થોડો સમય કાઢવો. આળસને હાવી થવા દેવી નહીં. સોફા પર બેસી રહેવાના બદલે ઊઠો, તૈયાર થાઓ અને થોડી કસરત કરો તેમ જ કંઈક નવું કરવાનો પ્રયાસ કરવો. તમે જે રેસિપી બનાવવા ઇચ્છતા હતા એ શીખો, તમારા મિત્રોને મળો અને તમારા મનની આશાને પકડી રાખવી. આ વર્ષના રાશિફળ અનુસાર, જો તમે તમારી લાગણીઓને નિયંત્રિત કરી શકતા નથી તો આ સમય તમને કઠિન લાગશે. તમે પ્રતિભાશાળી છો અને દરેક પ્રતિકૂળ પરીસ્થિતિનો સામનો કરવા સક્ષમ છો, પરંતુ આ માટે તમારે પોતાનામાં વિશ્વાસ રાખવાની જરૂર છે. આ વર્ષનું રાશિફળ દર્શાવે છે કે જ્યારે તમે પોતાની જાતને ટેકો આપવાનું નક્કી કરો છો ત્યારે તમને બાહ્ય સ્રોતોમાંથી મદદ અને ટેકો મળી શકે છે. અન્યની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં થાક અનુભવવાથી તમે વ્યથિત થઈ શકો છો. વૃષભ રાશિના જાતકો પોતાનું ગુસ્સા પરથી નિયંત્રણ ગુમાવે એવી શક્યતા ખૂબ જ ઓછી છે. પોતાને એવા ક્ષેત્રમાં ન આવવા દેવા જે પાછળથી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે. કાળજીપૂર્વક વિચારણા કરીને નાણાકીય બાબતોમાં નિર્ણય કરવો. તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. પરિવારના વડીલોનું ધ્યાન રાખવું અને તેમની વાત પર ધ્યાન આપવું. પારિવારિક જીવનમાં કોઈ અશાંતિ આવી શકે છે, જે તમને માનસિક રીતે વ્યથિત કરી શકે છે. તમે તમારી ક્ષમતાઓથી તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશો. વિદ્યાર્થીઓને કોઈ સારી સિદ્ધિ મળી શકે છે, જેના કારણે પરિવારના સભ્યો તમારા પર ગર્વ કરી શકે છે. અચાનક વિદેશયાત્રા કરવાની પરિસ્થિતિ આવી શકે છે, તેથી તમારા દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખવા. કોઈના માર્ગ પર ચાલવાને બદલે પોતાનો માર્ગ બનાવવાનો પ્રયાસ કરવો અને સતત પ્રયાસ કરતા રહેવું. તમારી પાસે કેટલાંક રહસ્યો છે જે આ સમયે બહાર આવી શકે છે, તમારા વિરોધીઓને મજબૂત બનાવી શકે એવાં કોઈ રહસ્યો ન હોય એવી પ્રાર્થના કરવી. તમારા ખિસ્સાને અનુકૂળ બનવું અને ખર્ચાઓ પર ધ્યાન આપવું. આ વર્ષ તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.

પ્રણય અને સંબંધો


આ વર્ષે તમારા માટે પ્રેમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. પ્રેમમાં આગળ વધો પણ ધીમા અને સ્થિર રહેવું. તમારા પ્રિયને સમજવાનો પ્રયાસ કરવો અને તેમને પણ તમને સમજવાની તક આપવી. તમારી રોમૅન્ટિક વૃત્તિઓને સારી રીતે સમજવામાં આવશે અને તમને નાજુક રીતે લાડ લડાવવામાં આવશે. તમે જૂના સંબંધને ફરીથી બનાવવાનો પ્રયાસ પણ કરી શકો છો અને શક્યતા છે કે તમારા પ્રિય પણ તમારા પ્રયત્નો સાથે સંમત થશે. જો તમે પરિણીત છો તો આ વર્ષ તમારા માટે ઉતાર-ચડાવથી ભરેલું રહેશે. કેટલીક બાબતોમાં સાસરિયાંઓ સાથે મતભેદો ઊભા થઈ શકે છે. ઝઘડાની પરિસ્થિતિ આવી શકે છે અને તમારા પ્રિયને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. પરસ્પર સંબંધોને મહત્ત્વ આપીને તમે તમારા લગ્નજીવનને મજબૂત બનાવી શકો છો.

નાણાકીય બાબતો

કોઈ તમારી નાણાકીય સ્થિતિ જાણતું નથી અને મોટી બ્રૅન્ડનાં કપડાં પહેરવાથી તમારી છબી યોગ્ય બનશે નહીં. પ્રૅક્ટિકલ બનો, પોતાના પર વિશ્વાસ રાખો અને બિલકુલ દેખાડો કરવો નહીં. ગ્રહોની સ્થિતિ અનુસાર નાણાકીય સ્થિરતા સૂચવવામાં આવે છે, પરંતુ નાણાં ખર્ચવાના સંદર્ભમાં તમારા ઉડાઉ સ્વભાવને નિયંત્રિત કરવાની જરૂર છે. જોખમી રોકાણોમાં નુકસાન થવાના સંકેતો છે. તમને ગુપ્ત નાણાં મળવાના સંકેતો છે. તમને કોઈ પ્રિયજનની મિલકત પણ મળી શકે છે. તમારે તમારાં સાસરિયાંઓને આર્થિક મદદ કરવી પડી શકે છે. જો તમે આ વર્ષે શૅરબજારમાં રોકાણ કરો છો તો કેટલીક મૂળભૂત બાબતો પર કામ કર્યા પછી જ લાંબા સમય સુધી રોકાણ કરવું.

નોકરી અને વ્યવસાય

કામ પર સફળતા તમારી રાહ જોઈ રહી છે. ભાગીદારી અને વ્યવસાય વિસ્તરણ તમારા માટે જબરદસ્ત લાભ લાવશે. યોગ્ય દિશામાં નાનાં પગલાં સાથે આગળ વધો. કોઈ પણ બેદરકારી ભવિષ્યમાં મોટી ભૂલ તરફ દોરી જશે. વૃષભ રાશિ માટે વાર્ષિક ફળકથન અનુસાર જો તમે વ્યાવસાયિક જીવનમાં ખોટા નિર્ણયો લો છો તો સુધારણાની શક્યતા ઓછી છે. હાર માનશો નહીં, ભલે તમારા માટે સ્થિતિને વળગી રહેવું ગમેતેટલું કઠિન હોય. તમારી નાણાકીય સ્થિતિ સારી રહેવાની છે. તમારે આ વખતે સારાં કાર્યોમાં રોકાણ કરવું જોઈએ. તમારા ઉપરી તમારા પ્રદર્શનથી ખુશ થશે, પરંતુ કામને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરવો. નોકરી માટે કેટલીક નવી કુશળતા શીખવી તમારા માટે સારી રહેશે અને એ તમારા કાર્યસ્થળ પર તમારું મહત્ત્વ વધારશે અને નોકરીમાં સુધારો કરી શકે છે.

અભ્યાસ

આ વર્ષે વિદ્યાર્થીઓ તેમની સિદ્ધિઓથી ખુશ રહેશે. તમને તમારા પાછલા પ્રયત્નોનાં સારાં પરિણામો પ્રાપ્ત થશે. ધ્યાન અને કસરત વિશે વિચારો જેથી તમારી એકાગ્રતા વધશે. જેટલું વધુ ધ્યાન કરશો, તમારી એકાગ્રતા એટલી જ મજબૂત થશે અને તમને તમારા અભ્યાસમાં લાભ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ તમને કઠિન પડકારો આપી શકે છે પરંતુ તમે પસંદગી પણ મેળવી શકો છો. વિદેશમાં શિક્ષણ માટે જવું સારું રહેશે નહીં અને એમાં સફળતા પણ હાલમાં શંકાસ્પદ છે. તમે કેટલાક નવા લોકોને મળીને નવા કોચિંગમાં જોડાઈ શકો છો અથવા તમારા અભ્યાસક્રમનો અભ્યાસ વધુ સરળ રીતે કરવાનો પ્રયાસ કરીને સફળતા મેળવશો. જો તમે ખરેખર અભ્યાસ કરવા ઇચ્છતા હો તો સારા માર્ગદર્શકનો હાથ પકડીને તેમની મદદ લેવી.

સ્વાસ્થ્ય

વૃષભ રાશિના આ વર્ષના ફળકથન અનુસાર તમારા સ્વાસ્થ્ય માટે એક નાજુક પરિસ્થિતિની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિ વાસ્તવિક સ્વાસ્થ્ય સમસ્યા કરતાં થાક અનુભવવા વિશે વધુ હશે, તેથી મુસાફરી દરમિયાન વધુ થાક લાગે નહીં એનું ધ્યાન રાખવું. માનસિક સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. પોતાની જાતને વ્યક્ત ન કરવાથી ઘણા અવરોધો આવી શકે છે જેનો સામનો સમય પસાર થવા સાથે કરવો કઠિન બનશે. તમને અચાનક કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે જેની કાળજી લેવી પડશે પરંતુ પોતાને સ્વસ્થ રાખવા માટે તમારે ચોક્કસપણે જિમ જવું જોઈએ અથવા મૉર્નિંગ વૉક માટે જવું જોઈએ. તમારા માટે યોગ્ય આહાર લેવો પણ મહત્ત્વપૂર્ણ રહેશે. તમામ પ્રકારનાં વ્યસનોથી દૂર રહેવું, કારણ કે વ્યસનો તમને બીમાર બનાવી શકે છે. ડૉક્ટરની સલાહ લીધા પછી જ દવાઓ લેવી.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2025 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK