ગુરુચરણ સિંહની આ શૉપ ‘વીર જી મલાઈ ચાપવાલે’ દિલ્હીના પ્રેમનગરમાં છે
ગુરુચરણ સિંહની આ શૉપ ‘વીર જી મલાઈ ચાપવાલે’ દિલ્હીના પ્રેમનગરમાં છે અને તેના નજીકના મિત્રો પણ એને સોશ્યલ મીડિયા દ્વારા પ્રમોટ કરી રહ્યા છે
લોકપ્રિય ટીવી-સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનો રોલ કરીને લોકપ્રિયતા મેળવનાર ગુરુચરણ સિંહ હવે સિરિયલમાં કામ નથી કરતો, પણ તેને આજે પણ લોકો સોઢી તરીકે યાદ કરે છે. હવે ગુરુચરણ સિંહે ઍક્ટર તરીકે તેની કરીઅરને પડતી મૂકીને દિલ્હીમાં સોયા ચાપ વેચવાનો નવો બિઝનેસ શરૂ કર્યો છે. ગુરુચરણ સિંહની આ શૉપ ‘વીર જી મલાઈ ચાપવાલે’ દિલ્હીના પ્રેમનગરમાં છે અને તેના નજીકના મિત્રો પણ એને સોશ્યલ મીડિયા દ્વારા પ્રમોટ કરી રહ્યા છે.

