તમારાં પુસ્તકો જૂનાં હોય તો એમાં જીવાત ન પડે એ માટે પુસ્તકોનાં પાનાંની વચ્ચે અથવા શેલ્ફમાં સૂકા લીમડાનાં પાન મૂકી દો.
પુસ્તકોને જીવાતથી બચાવવા શું કરશો?
તમારાં પુસ્તકો જૂનાં હોય તો એમાં જીવાત ન પડે એ માટે પુસ્તકોનાં પાનાંની વચ્ચે અથવા શેલ્ફમાં સૂકા લીમડાનાં પાન મૂકી દો. લીમડાનાં પાનની વાસથી જીવાત અને નાના જંતુઓ દૂર રહે છે.
કપૂર અથવા નેપ્થેલિન બૉલ્સને પુસ્તકોના કબાટના ખૂણામાં અથવા શેલ્ફ પર મૂકવાથી એ જીવાતને દૂર રાખવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
હવાની અવરજવર થાય એવી જગ્યાએ પુસ્તકો સ્ટોર કરો અને નિયમિતપણે સૂકા કપડાથી સાફ કરો જેથી જીવાતને સંતાવાની જગ્યા ન મળે.
પુસ્તકોને થોડા સમય માટે સવારના અથવા સાંજના હળવા સૂર્યપ્રકાશમાં મૂકવાથી ભેજ દૂર થશે અને એમાં રહેલી જીવાત પણ મરી જશે. આકરા તાપમાં મૂકશો તો કાગળ પીળા પડી જશે.


