ગુજરાતી ઇન્ફ્લુએન્સરે શરૂ કરેલી કૅફેમાં બેન્ને ઢોસા ઉપરાંત મૅન્ગલોર બન અને થટ્ટે ઇડલી જેવી ટ્રેન્ડિંગ વરાઇટીઝ પણ મળે છે
ટ્રેન્ડિંગ બેન્ને ઢોસા હવે ઘાટકોપરમાં પણ મળે છે
ઘાટકોપર એટલે ફૂડ-લર્વસનું હૉટ સ્પૉટ. ભાગ્યે જ એવી કોઈ ફૂડ-આઇટમ્સ હશે જે અહીં નહીં મળતી હોય. બેન્ને ઢોસા જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગ છે એના માટે થોડા સમય પહેલાં ઘાટકોપરમાં એક કૅફે શરૂ કરવામાં આવ્યું છે. એ પણ એક ગુજરાતી ઇન્ફ્લુએન્સરે શરૂ કર્યું છે. તો ચાલો થોડું વધુ જાણીએ આ કૅફે વિશે.
ઘાટકોપર-ઈસ્ટમાં થોડા સમય પહેલાં જ બેન્ને કાપી કૉર્નર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં માત્ર ને માત્ર સાઉથ ઇન્ડિયન ટ્રેન્ડિંગ અને નવી ફૂડ-આઇટમ્સ મળી રહી છે. આ વિશે વધુ માહિતી આપતાં આ કૅફેનાં કો-ફાઉન્ડર ચાર્મી દોશી કહે છે, ‘હું એક ફૂડ-ઇન્ફ્લુએન્સર છું. વર્ષોથી હું અનેક રેસ્ટોરાં, ફૂડ-સ્ટૉલ વગેરે ઠેકાણે ફરી છું. હું ઘાટકોપરમાં રહું છું એટલે અહીંના વિસ્તારોમાં પણ ફરી છું. હું ફૂડી છું અને પોતાની રેસ્ટોરાં શરૂ કરવાની પણ ઇચ્છા હતી જે મેં હવે પૂરી કરી છે. મને મારા સ્કૂલના મિત્ર દ્વારા ખબર પડી કે બેન્ને ઢોસા અત્યારે ઘણા ટ્રેન્ડમાં છે અને ઑથેન્ટિક કહી શકાય એવા બેન્ને ઢોસા ઘાટકોપરમાં મળી રહ્યા નથી ત્યારે અમે બન્નેએ સાથે મળીને આ કૅફે શરૂ કરવાનું નક્કી કર્યું. અમારા બન્ને માટે આ પ્રથમ સાહસ છે. છતાં અમે રિસ્ક લઈને કૅફે શરૂ કર્યું અને એમાં સકસેક્સફુલ પણ થઈ રહ્યા છીએ. અહીં બેન્ને ઢોસા ઉપરાંત મૅન્ગલોર બન, સ્ટ્રૉન્ગ ફિલ્ટર કૉફી, થટ્ટે ઇડલી વગેરે પણ મળે છે.’
ADVERTISEMENT
ક્યાં આવેલું છે ? : બેન્ને કાપી કૉર્નર, પુષ્પવિહાર હોટેલની બાજુમાં, ગારોડિયાનગર, ઘાટકોપર-ઈસ્ટ સમય : સવારે નવથી ૩ અને સાંજે પાંચથી રાતે ૧૦.૩૦


