Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > વરરાજાના ચેકલિસ્ટમાં હવે મેકઅપ થયો જરૂરી

વરરાજાના ચેકલિસ્ટમાં હવે મેકઅપ થયો જરૂરી

Published : 08 April, 2026 10:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બદલાતા સમય સાથે ગ્રૂમિંગની ડેફિનિશન પણ બદલાઈ છે, સેલ્ફી અને સોશ્યલ મીડિયાના જમાનામાં વરરાજા માટે નૅચરલ ગ્લો આપતો મેકઅપ લેટેસ્ટ ટ્રેન્ડ બની રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દુલ્હન કલાકો સુધી મેકઅપ-ચેર પર બેસીને પર્ફેક્ટ લુક મેળવતી હોય ત્યારે વરરાજા પણ હવે પાછળ રહેવા માગતા નથી. પહેલાંના સમયમાં વરરાજા માટે મેકઅપ એટલે માત્ર થોડો પાઉડર લગાવી લેવો એવું મનાતું, પણ હવે સ્થિતિ આખી અલગ છે. હવે વરરાજાઓ ચહેરાનો થાક, ડાર્ક સર્કલ્સ કે અનઈવન સ્કિન-ટોન છુપાવીને ફ્લૉલેસ સ્કિન ઇચ્છે છે. ગ્રૂમ્સના પર્સનલ ચેકલિસ્ટમાં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટનું સ્થાન ટૉપ પર આવી ગયું છે.

શા માટે પૉપ્યુલર થઈ રહ્યો છે ટ્રેન્ડ?



આ ટ્રેન્ડ લોકપ્રિય થવા પાછળનું સૌથી મોટું કારણ છે વિઝ્યુઅલ એસ્થેટિક્સ. લગ્ન જીવનની સૌથી યાદગાર ક્ષણ છે અને એના ફોટો આખી જિંદગી સાથે રહેવાના છે. સોશ્યલ મીડિયાના પ્રભાવ હેઠળ હવે નો-મેકઅપ લુકની ડિમાન્ડ વધી છે. વરરાજા એવું ઇચ્છે છે કે તેઓ મેકઅપ કર્યા પછી પણ નૅચરલ દેખાય, પણ સાથે તેનો ચહેરો ફ્રેશ અને શાર્પ લાગે. આજકાલ ડે-વેડિંગનો ક્રેઝ હોવાથી નૅચરલ લાઇટમાં સ્કિન વધુ સારી દેખાય એ માટે મેકઅપ આર્ટિસ્ટની ભૂમિકા મહત્ત્વની બની ગઈ છે.


સ્કિન-પ્રેપ છે સીક્રેટ મંત્ર

કોઈ પણ સારો મેકઅપ ત્યારે જ ખીલી ઊઠે જ્યારે એની નીચેની સ્કિન હેલ્ધી હોય. ગ્રૂમ મેકઅપમાં લેયર્સ ઓછાં હોય છે એટલે સ્કિન પ્રેપરેશન પર વધુ ભાર મૂકવામાં આવે છે. મેકઅપના થોડા કલાકો પહેલાં પ્રોફેશનલ ક્લીન્ઝરથી સ્કિનને સાફ કરવામાં આવે છે જેથી પોર્સ ક્લીન થાય. પુરુષોની સ્કિન ઘણી વાર ડ્રાય અથવા રફ હોય છે એટલે મેકઅપ આર્ટિસ્ટ્સ સારા સિરમ અને મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરીને સ્કિનને પ્લમ્પી બનાવે છે. ચહેરા પરના ખાડા કે ડાઘ દૂર કરવા માટે સિલિકૉન-બેઝ્ડ પ્રાઇમર અને હળવા કન્સીલરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી લુક એકદમ સ્મૂધ લાગે. માત્ર ચહેરો જ નહીં, હોઠને હાઇડ્રેટ કરીને અને દાઢી સેટ કરીને લુક થોડો શાર્પ બનાવાય છે જેથી ફોટો સારા અને ગ્લોઇંગ આવે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK