Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૬ વર્ષથી ફરાર આતંકવાદી નેતા અબુ હુરૈરા પણ ઝડપાયો

૧૬ વર્ષથી ફરાર આતંકવાદી નેતા અબુ હુરૈરા પણ ઝડપાયો

Published : 08 April, 2026 11:55 AM | IST | Kashmir
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાશ્મીરમાં લશ્કર-એ-તય્યબા નેટવર્કનો પર્દાફાશ, પાંચની અરેસ્ટ, જમ્મુ અને કાશ્મીર પોલીસે આંતરરાજ્ય લશ્કર-એ-તય્યબા (LeT) આતંકવાદી મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે. શ્રીનગરમાં અબદુલ્લા ઉર્ફે અબુ હુરૈરા સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે.

અબદુલ્લા ઉર્ફે અબુ હુરૈરા, ઉસ્માન ઉર્ફે ખુબૈબ

અબદુલ્લા ઉર્ફે અબુ હુરૈરા, ઉસ્માન ઉર્ફે ખુબૈબ


જમ્મુ અને કાશ્મીર પોલીસે આંતરરાજ્ય લશ્કર-એ-તય્યબા (LeT) આતંકવાદી મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે. શ્રીનગરમાં અબદુલ્લા ઉર્ફે અબુ હુરૈરા સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. અબદુલ્લા છેલ્લાં ૧૬ વર્ષથી ફરાર હતો. તે જમ્મુ અને કાશ્મીરની બહાર LeTનાં ઠેકાણાં સ્થાપવામાં સફળ રહ્યો હતો. આ ઑપરેશનમાં અબદુલ્લા ઉપરાંત અન્ય એક પાકિસ્તાની આતંકવાદી ઉસ્માન ઉર્ફે ખુબૈબની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકવાદીઓએ આશરે ૧૬ વર્ષ પહેલાં ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને કાશ્મીર ખીણના વિવિધ જિલ્લાઓમાં સક્રિય હતા. તપાસ-એજન્સીઓએ જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને હરિયાણા સહિતનાં ૧૯ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી.
તપાસમાં ખુલાસો થયો છે કે LeTનું નેટવર્ક આતંકવાદીઓને લૉજિસ્ટિકલ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં સામેલ છે. પકડાયેલા પાંચમાંથી ૩ શ્રીનગરના રહેવાસી છે. મોહમ્મદ નકીબ ભટ, આદિલ રશીદ ભટ અને ગુલામ મોહમ્મદ મીર ઉર્ફે મામાની આતંકવાદીઓને આશ્રય અને ખોરાક સહિત લૉજિસ્ટિકલ સહાય પૂરી પાડવા બદલ ધરપકડ કરવામાં આવી છે.  


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 11:55 AM IST | Kashmir | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK