જીવનશૈલી, આહાર, તનાવ અને પર્યાવરણ બધાં મળીને આ સમસ્યા વધારી શકે છે. કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આ ચિંતા પર કાબૂ મેળવી શકાય છે.
પ્રતીકાત્મક તસવીર
વ્યક્તિના દેખાવને સુંદર બનાવતા વાળ ખરવાની કે પાતળા થવાની સમસ્યા અત્યારે ભલે કૉમન વાત હોય, પણ એને લીધે માનસિક તનાવ વધી રહ્યો છે. હેર ઍન્ગ્ઝાયટી માત્ર દેખાવ વિશેની ચિંતા નથી પણ માનસિક આરોગ્યને અસર કરતી ગંભીર સમસ્યા છે. જીવનશૈલી, આહાર, તનાવ અને પર્યાવરણ બધાં મળીને આ સમસ્યા વધારી શકે છે. કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આ ચિંતા પર કાબૂ મેળવી શકાય છે.
મુખ્ય કારણો
ADVERTISEMENT
હેક્ટિક લાઇફસ્ટાઇલમાં ઘણી વાર હૉર્મોનલ અસંતુલનને કારણે હેર ડૅમેજ થવા લાગે છે અથવા જરૂર કરતાં વધુ ખરવાની સમસ્યા થાય છે. આહારમાં આયર્ન, ઝિન્ક, વિટામિન A, C, D, E અને પ્રોટીન જેવાં જરૂરી પોષક તત્ત્વો સામેલ ન થાય તો વાળની તંદુરસ્તી પર અસર કરે છે. પ્રદૂષણ અને ખરાબ હવામાન વાળને નબળા બનાવે છે. આ ઉપરાંત જો કોઈને થાઇરૉઇડ કે ઑટો ઇમ્યુન જેવી બીમારીઓ હોય અને વારસાગત કારણો હોય તો એ તમારા વાળને વધુ નબળા બનાવે છે.
શું કરી શકાય?
હેર ઍન્ગ્ઝાયટીને દૂર કરવા માટે કેટલાંક પરિબળોને ધ્યાનમાં રાખીને એના પર કામ કરવું અત્યાવશ્યક છે. એમાં આહારમાં પોષણ પ્રાથમિકતા છે. હેર-હેલ્થને પ્રમોટ કરતા આહારને ડાયટમાં સામેલ કરવો અને યોગ સાથે મેડિટેશન અને નિયમિત કસરત કરીને સ્ટ્રેસ-મૅનેજમેન્ટ કરવું. વાળ ખરવાની સમસ્યા વકરી ગઈ હોય તો તાત્કાલિક ડર્મેટોલૉજિસ્ટ કે ટ્રાઇકોલૉજિસ્ટની સલાહ લેવી અને રાસાયણરહિત માઇલ્ડ શૅમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરવો.

