Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > કૃષ્ણના લુકને ફૅશનમાં ફ્લૉન્ટ કરવો હોય તો આ રહ્યા યુનિક ઑપ્શન્સ

કૃષ્ણના લુકને ફૅશનમાં ફ્લૉન્ટ કરવો હોય તો આ રહ્યા યુનિક ઑપ્શન્સ

Published : 04 September, 2026 06:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જન્માષ્ટમીના દિવસે કાનુડાના ફેવરિટ કલર્સ તેમ જ વાંસળી અને મોરપીંછ જેવાં ફેવરિટ એલિમેન્ટ્સ અપનાવીને ટ્રેડિશનલ લુકને આપો એલિગન્ટ ફ્યુઝન ટચ

જન્માષ્ટમી ફેશન

જન્માષ્ટમી ફેશન


વાત જ્યારે ફૅશનની આવે ત્યારે કાનુડાનો અવતાર એવરગ્રીન ઇન્સ્પિરેશન રહ્યો છે. મોરપીંછના વાઇબ્રન્ટ શેડ્સ હોય, પીતાંબરનો ગોલ્ડન ગ્લો હોય કે પછી વાંસળીની મિનિમલ શાઇન શ્રીકૃષ્ણની આભામાં રૉયલ ચાર્મ ઉમેરે છે. આ જન્માષ્ટમીએ જો તમે પૂજા, ગરબા કે ફૅમિલી ગેટ-ટુગેધરમાં કંઈક અલગ અને કન્ટેમ્પરરી ટ્રાય કરવા માગો છો તો કૃષ્ણનાં વિઝ્યુઅલ એલિમેન્ટ્સને તમારા આઉટફિટમાં કઈ રીતે ઍડ કરવાં એ જાણી લો.

મોરપીંછ



અત્યારે હેરસ્ટાઇલિંગ અને 3D ફૅશનમાં મોરપીંછનો ટ્રેન્ડ બહુ ગાજી રહ્યો છે. હેરસ્ટાઇલ કરતી વખતે હેર-ઍક્સેસરી તરીકે માથામાં મોરપીંછ એવી રીતે સ્ટાઇલ કરવામાં આવે છે જે સિમ્પલ હેરસ્ટાઇલને રૉયલ બનાવી દે છે. આ ઉપરાંત અત્યારે કપડાંમાં પણ 3D ટચ આપવા માટે રિયલ મોરપીંછનો ઉપયોગ થઈ રહ્યો છે. એનો કલર જ એટલો એલિગન્ટ છે કે એ તમારા લુકને અપલિફ્ટ કરવાનું કામ કરે છે. જોકે આવા કલર્સ પહેરતી વખતે થોડું સ્માર્ટ સ્ટાઇલિંગ કરવું જરૂરી છે. આખો મોરપીંછ ડ્રેસ પહેરવાને બદલે રૉયલ બ્લુ કુરતી સાથે ટર્કોઇઝ કે ગ્રીન ચંદેરી દુપટ્ટો પેર કરી શકાય. જો આઉટફિટમાં ડીટેલિંગ રાખવું હોય તો કફ અથવા નેકલાઇન પર મોરપીંછ પૅટર્નની જરી કે રેશમી એમ્બ્રૉઇડરી સિમ્પલ ચીજને પણ સૉફેસ્ટિકેટેડ બનાવી દેશે. ઍક્સેસરીઝમાં મોરપીંછ ટચ જોઈતો હોય તો મીનાકારી વર્કવાળાં બ્લુ-ગ્રીન ઝૂમખાં કે કાનુડાના મોરપીંછ શેપનું સ્ટેટમેન્ટ બ્રોચ તમારી સાડી કે કુરતાનો લુક બદલી નાખશે.


વાંસળી

સંગીત અને સૌમ્યતાનું પ્રતીક વાંસળી છે. એનો લુક ખૂબ જ ક્લીન અને મિનિમલિસ્ટિક હોય છે.
તમે જ્વેલરીમાં આ એલિમેન્ટને લઈને ‌ટ્‍વિસ્ટ આપી શકો છો. વાંસળી આકારનો સ્લિક ગોલ્ડન નેકલેસ, મિનિમલ હૅન્ડકફ કે હેરપિન આજના યુથ માટે પર્ફેક્ટ ફ્યુઝન ઍક્સેસરી છે. કુરતા અથવા કફતાનની બૉર્ડર પર નાની સીક્વન્સ વાંસળીનું મોટિફ ખૂબ એલિગન્ટ લાગે છે. પુરુષો પોતાના ટ્રેડિશનલ કુરતામાં ગોલ્ડન વાંસળી ડિઝાઇનવાળાં કસ્ટમ બટન્સ લગાવીને ક્લાસી લુક મેળવી શકે છે.


વૈજયંતી માળા

કૃષ્ણના ગળામાં શોભતી વૈજયંતી માળા સાદગી અને શાલીનતાનું પ્રતીક છે. તમે કોઈ પણ સૉલિડ ડાર્ક કે પેસ્ટલ કલરના કુરતા કે સાડી પર મલ્ટિ-લેયર પર્લ કે વાઇટ બીડ્સની માળા પેર કરો. ડ્રેસમાં સૉફ્ટ લુક લાવવા વાઇટ ચિકનકારી અથવા મોતીનું સીધું વર્ક સરસ લાગશે. આ લુક સાથે પર્લ-વર્કવાળી મોજડી કે પોટલી બૅગ કૅરી કરીને તમારો આઉટફિટ કમ્પ્લીટ કરો.

પીતાંબર

બ્રાઇટ કે પ્લાસ્ટિક યલોને બદલે મસ્ટર્ડ યલો, સનશાઇન યલો કે યલો જેવા ચાર્મિંગ શેડ્સ પસંદ કરો. ચંદેરી કે બનારસી ફૅબ્રિકમાં આ કલર ખૂબ જ ગ્રેસફુલ લાગે છે. જરી બૉર્ડરવાળી મસ્ટર્ડ યલો બનારસી સાડી અથવા ઇન્ડો-વેસ્ટર્ન અનારકલી આઉટફિટ બહુ સરસ લાગશે.

માખણ અને મટકી

કાનુડાની મટકી એટલે ટેરાકોટાનો શેડ અને માખણનો સૉફ્ટ ક્રીમી આઇવરી ટોન આ બન્ને કલર કૉમ્બિનેશનનો ઉપયોગ સરસ લુક આપશે. આઇવરી અને ક્રીમ રંગના કૉટન કે સિલ્ક આઉટફિટ સાથે બર્ન્ટ ઑરેન્જ, ટેરાકોટા કે બ્રાઉન શેડનો દુપટ્ટો અથવા જૅકેટ ટાઇ-અપ કરશો તો તમારી સ્ટાઇલ અપલિફ્ટ થશે. ટેરાકોટાની ઍન્ટિક જ્વેલરી આ અર્થલી આઉટફિટ સાથે સુપર-સ્ટાઇલિશ લાગે છે.

ફૅશન-ટિપ

બધું જ એકસાથે પહેરવાને બદલે લેસ ઇઝ મોરનો રૂલ અપનાવો. એક સમયે એક કે બે એલિમેન્ટ્સ પર જ ફોકસ કરો. જેમ કે યલો આઉટફિટ સાથે માત્ર મોરપીંછ બ્રોચ અથવા પર્લ લેયરિંગ. આનાથી તમારો લુક ઓવર-ધ-ટૉપ લાગવાને બદલે એલિગન્ટ અને મૉડર્ન લાગશે.

 

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 06:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK