Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: ગેટવે ઑફ ઈન્ડિયા પાસે ફેરીમાં બેસી મધદરિયેથી રિટર્ન થઇ રહેલા સહેલાણીઓના જીવ થયા અદ્ધર, થયું એવું કે...

Mumbai: ગેટવે ઑફ ઈન્ડિયા પાસે ફેરીમાં બેસી મધદરિયેથી રિટર્ન થઇ રહેલા સહેલાણીઓના જીવ થયા અદ્ધર, થયું એવું કે...

Published : 04 September, 2026 12:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai: દરિયામાં સહેલ કરાવી રહેલી આ ફેરી બોટનું અધવચ્ચે પાણીમાં જ એન્જિન બંધ થઈ ગયું હતું. પરંતુ મુંબઈ પોલીસ અને સ્થાનિક બોટ ઓપરેટરે તરત ઓપરેશન હાથ ધરીને ફેરીમાં બેઠેલા તમામ લોકોને સેફલી ઉગારી લીધા હતા.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મુંબઈ (Mumbai)માં વિખ્યાત ગેટવે ઑફ ઈન્ડિયા ખાતે સહેલાણીઓને ફેરી બોટ દ્વારા દરિયામાં સહેલ કરતાં હોય છે. પરંતુ ગઈ કાલે રાત્રે એક મોટો હાદસો થતાં થતાં રહી ગયો. સહેલાણીઓને દરિયામાં રાઉન્ડ મરાવી રહેલી `અનવારી` નામની એક ફેરી બોટનું એન્જિન અચાનક બંધ પડી ગયું હતું. રિપોર્ટ પ્રમાણે આ ફેરી બોટમાં કુલ ૩૪ સહેલાણીઓ અને ચાર ક્રૂ મેમ્બર્સ સાથે કુલ ૩૮ લોકોના દરિયાની વચ્ચોવચ્ચ જીવ તાળવે ચોંટી ગયા હતા. દરિયામાં સહેલ કરાવી રહેલી આ ફેરી બોટનું અધવચ્ચે પાણીમાં જ એન્જિન બંધ થઈ ગયું હતું. પરંતુ મુંબઈ પોલીસ અને સ્થાનિક બોટ ઓપરેટરે તરત ઓપરેશન હાથ ધરીને ફેરીમાં બેઠેલા તમામ લોકોને સેફલી ઉગારી લીધા હતા.

... અને બંધ પડી ગયું ફેરીનું એન્જિન



રિપોર્ટ્સ અનુસાર ગઈ કાલે ગુરુવારે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ આ હાદસો (Mumbai) બન્યો હતો. `અનવારી` નામક ફેરીએ લગભગ સહેલાણીઓને અડધો કલાક સુધી સહેલ કરાવી હતી. હવે બસ આ ફેરી ગેટવે ઑફ ઈન્ડિયા તરફ રિટર્ન થઈ રહી હતી તે આ દરમિયાન કાંઠેથી આશરે ૧.૫ નોટિકલ માઈલ દૂર દરિયામાં જ તેનું એન્જિન બંધ પડી ગયું હતું. હજી તો આ ફેરી મધદરિયે જ હતી, ત્યાં એન્જિન ઠપ થઈ જતાં ફેરીમાં સવાર સહેલાણીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા અને થોડીક ક્ષણ માટે તો સૌ ગભરાઈ ગયા હતા.


જોકે ફેરીનું એન્જિન બંધ થઈન જવાથી ૩૮ જણ દરિયાની વચ્ચે ફસાઈ ગયા છે એવી જાણ મુંબઈ (Mumbai) પોલીસને થતાં જ કોન્સ્ટેબલ અભિજીત શિંદે અને તેમની ટીમે તાકીદે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. તેઓએ તરત જ આસપાસના દરિયાઈ વિસ્તારમાં ઓપરેટ થતી અન્ય ફેરી બોટ્સની તપાસ કરી હતી. ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે `આઝાદ હિંદ` નામની બીજી એક ફેરી પણ `અનવારી`ની આસપાસ જ છે. ત્યારે પોલીસે તાબડતોબ `આઝાદ હિંદ` બોટના માલિક જુનૈદ મુલ્લાનો કોન્ટેક્ટ કરીને મદદ માંગી હતી. બનાવની ગંભીરતા સમજી જુનૈદ મુલ્લા પોતાની ફેરી લઈને બંધ પડી ગયેલી `અનવારી` પાસે પહોંચી ગયો હતો. ત્યારબાદ `આઝાદ હિંદ` બોટ સાથે એક દોરડું બાંધવામાં આવ્યું અને તે દોરડાની બીજી તરફ `અનવારી` જોઇન્ટ કરવામાં આવી. આમ ટો કરીને રાત્રે ૯.૩૦ની આસપાસ બંને ફેરી ગેટવે ઑફ ઈન્ડિયાના જેટી નંબર ૨ પર સેફલી આવી ગઈ હતી અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

મુંબઈ પોલીસ (Mumbai) અને બોટ ઓપરેટરની સમયસૂચકતાને કારણે ફેરીમાં સવાર તમામ ૩૪ સહેલાણીઓ અને ૪ ક્રૂ સભ્યોને કોઈપણ ઇજા થઈ નથી અને તે તમામ સેફલી કાંઠે આવી ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK