Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > શું તમે આ બોલ્ડ ઍક્સેસરી માટે તૈયાર છો?

શું તમે આ બોલ્ડ ઍક્સેસરી માટે તૈયાર છો?

Published : 06 April, 2026 12:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક સમયે જે કંદોરો માત્ર પરંપરાગત ઘરેણું ગણાતું હતું એ આજે મૉડર્ન ફૅશનનો નવો ટ્રેન્ડ બની ગયો છે. ચાલો જાણીએ કે કેવી રીતે આ એક નાની ચેઇન તમારા આખા લુકને બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ બનાવી શકે છે

બેલી ચેઇનની છે ફેશન

બેલી ચેઇનની છે ફેશન


ફૅશનનું ચક્ર હંમેશાં ફરતું રહે છે અને જે વસ્તુ એક સમયે રેટ્રો ગણાતી હતી એ આજે ફરી હૉટ ટ્રેન્ડ બનીને ઊભરી રહી છે. આપણે વાત કરી રહ્યા છીએ બેલી ચેઇન અથવા કંદોરાની. ૧૯૯૦ના દાયકાની પૉપકલ્ચર ફૅશન અને ભારતીય પરંપરાગત ઘરેણાનું આ મિશ્રણ આજે ગ્લોબલ રનવેથી લઈને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સુધી દરેક જગ્યાએ છવાયેલું છે.

પરંપરા અને આધુનિકતાનો સંગમ



ભારતીય સંસ્કૃતિમાં કંદોરો કે બેલી ચેઇન વર્ષોથી શણગારનો ભાગ રહી છે. જોકે વર્તમાન ટ્રેન્ડમાં એનો પુનર્જન્મ કંઈક અલગ રીતે થયો છે. હવે એ માત્ર સાડી કે લેહંગા પૂરતી મર્યાદિત નથી રહી, વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે એક સ્ટેટમેન્ટ પીસ તરીકે પણ ઊભરી આવી છે. આજના ફૅશનના યુગમાં બેલી ચેઇન સ્ત્રીત્વ, આત્મવિશ્વાસ અને બોલ્ડનેસનું પ્રતીક બની છે.


વર્તમાન ટ્રેન્ડ્સ અને સ્ટાઇલિંગ

આજે બજારમાં બેલી ચેઇનની અનેક વરાઇટી જોવા મળે છે.


૧. મિનિમલિસ્ટિક ગોલ્ડ/સિલ્વર ચેઇન: જો તમે ઑફિસ-પાર્ટી કે કૅઝ્યુઅલ આઉટિંગ માટે જઈ રહ્યા હો તો પાતળી સિંગલ લેયર ચેઇન બેસ્ટ છે. એ ક્રૉપ ટૉપ અને લો-વેસ્ટ જીન્સ સાથે અત્યંત આકર્ષક લાગે છે.

૨. પર્લ અને બીડ્સ : મોતી અને રંગબેરંગી મણકાવાળી ચેઇન હાલમાં બીચવેઅર તરીકે ખૂબ લોકપ્રિય છે.

૩. લેયર્ડ લુક : એક કરતાં વધુ ચેઇન પહેરવાનો ટ્રેન્ડ બોલ્ડ લુક આપે છે. એ ખાસ કરીને મ્યુઝિક-ફેસ્ટિવલ કે વેકેશન દરમ્યાન જોવા મળે છે.

આઉટફિટ્સ સાથે કેવી રીતે પેર કરશો?

બેલી ચેઇનને ફ્લૉન્ટ કરવાની સૌથી લોકપ્રિય રીત ક્રૉપ ટૉપ અને જીન્સ છે. જો તમે થોડો વધુ બોલ્ડ લુક ઇચ્છતા હો તો એને બિ​િકની અથવા કટઆઉટ ડ્રેસ સાથે પહેરી શકો છો. ભારતીય ફૅશનમાં હવે યુવતીઓ એને માત્ર સાડીની ઉપર જ નહીં, ઇન્ડો-વેસ્ટર્ન સ્કર્ટ્સ સાથે પણ સ્ટાઇલ કરી રહી છે.

કેમ આ ઍક્સેસરી બોલ્ડ ગણાય છે?

બેલી ચેઇન સીધું જ તમારી કમર પર ધ્યાન ખેંચે છે. એ તમારા બૉડી-શેપને હાઇલાઇટ કરે છે અને સાદાં આઉટફિટ્સમાં પણ તરત જ ગ્લૅમર ઉમેરે છે. એ પહેરવા માટે થોડો આત્મવિશ્વાસ જરૂરી છે. તેથી જ એને બોલ્ડ ઍક્સેસરી માનવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK